તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠું:વલસાડના કપરાડામાં ચૈત્રમાં જામ્યો અષાઢી માહોલ, કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ગરમીમાં રાહત મળી પણ ધરતીપુત્રોની ચિંતા વધી

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળ છાયું હવામાન થઈ ગયું હતું. જેને લઈને ગરમીનો.પારો વધ્યો હતો. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રવિવારે સાંજે એપ્રિલ માસની કાળઝાળ ગરમીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ખેડૂતોએ તૈયાર કરેલો કેરીના પાક અને ઉનાળુ પાકો અને શાકભાજી સહિત ખેતીના પાકમાં પણ ભારે નુક્શાનીની ભીતિ સર્જાઈ છે.

વલસાડ જિલ્લામાં 2 દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. રવિવારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને કેરી વાડી અને ખેતરમાં તૈયાર કરેલા પાકને ભારે નુક્શાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. કમોસમી વરસાદને લઈને ધરમપુર શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ગરમીમાં મોટી રાહત મળી હતી. સમગ્ર વર્તવારણમાં પલટો આવી જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો