કોરોનાવાઈરસ / જુલાઇ માસ પણ જોખમી બનવાની દહેશત જિલ્લામાં 2 જ દિવસમાં 23 કોરોના પોઝિટિવ

Fear of becoming dangerous even in the month of July
X
Fear of becoming dangerous even in the month of July

  • કોરોના કુલ આંક 214
  • બુધવારે 15 નોંધાયા બાદ ગુરૂવારે વધુ 8 કેસ નિકળ્યા, વાપી 3,વલસાડ 3 અને પારડીમાં 2 કેસ, વાપીના હાઇ રિસ્ક વિસ્તારોમાં

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વલસાડ. જિલ્લામાં લોકલ સંક્રમણના પગલે જૂન માસમાં 140 કેસ સાથે કોરોનાએ કહેર મચાવ્યા બાદ જૂલાઇ માસના પ્રારંભના 2 જ દિવસમાં કુલ 23 કેસ નોંધાતાં ચાલૂ માસ પણ જોખમી બને તેવા એંધાણ મળી રહ્યા છે.1 જૂલાઇએ જિલ્લામાં 15 અને 2 જૂલાઇએ વધુ 8 કેસ કોરોના પોઝિટિવ નિકળતાં આરોગ્ય વિભાગે સૌથી અસરગ્રસ્ત વાપીના હાઇ રિસ્ક વિસ્તારોમાં લોકોને હોમિયોપેથી ગોળીઓનું વિતરણ શરૂ કરી દીધું હતું.

સંક્રમણથી બચવા માટે ઇમ્યુનિટીવર્ધક દવાનું વિતરણ શરૂ કરાયું
જિલ્લામાં કોરોના કેસનો આંકડો વધીને 214 પર પહોંચી ગયો છે.1 જૂલાઇ બુધવાર સુધીમાં કુલ 206 કેસ હતા,જેમાં 2 જૂલાઇના રોજ વધુ 8 કોરોનાના કેસ  મળી આવતાં આ માસમાં પણ કોરોના ઘાતક બનશે તેવી દહેશત વર્તાઇ રહી છે.સૌથી વધુ અસરગ્રસ્ત વાપી તાલુકામાં સ્થિતિ ગંભીર બની રહી છે.આ સ્થિતિએ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ માટે ચિંતા ઉભી કરી દીધી છે.2 જુલાઇના રોજ વલસાડમાં 3 વાપીમાં 3 અને પારડીમાં 2 કેસ કોરોના પોઝિટિવ નિકળતાં કોવિડ-19 સિવિલ અને જનસેવામા દાખલ કરવામાં આવ્યા છે.આ સાથે કોરોના સંક્રમણથી બચવા માટે ઇમ્યુનિટીવર્ધક દવાનું વિતરણ શરૂ કરાયું છે. 

વલસાડના યુવકની વાપી GIDCમાં નોકરી 
વલસાડના પારડી સાંઢપોરમાં રહેતો કોરોના પોઝિટિવ પેશન્ટ 41 વર્ષીય યુવાન વાપીથી આવજા કરે છે.વાપીની જીઆઇડીસીમાં કંપનીમાં નોકરી કરી કુટુંબનુું ગુજરાન ચલાવે છે. તબિયત બગડતા સેમ્પલ લેવાયો હતો,જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પારનેરાપારડીનો યુવાન દમણમાં કોમ્યુટર ઓપરેટરની નોકરી કરતા સંક્રમિત થયો
વલસાડ તાલુકાના ખોખરા પારનેરાપારડીમાં રહેતો 41 વર્ષીય યુવાન સંઘ પ્રદેશ દમણમાં કંપનીમાં કોમ્યુટર ઓપરેટરની નોકરી કરે છે.જે સંક્રમિત થતાં રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

વલસાડ તિથલના 55 વર્ષીય રહીશની વાપીમાં નોકરીને લઈ અવરજવર કરે છે
વલસાડના તિથલ ગામે રહેતા 55 વર્ષીય રહીશવ વાપી જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. તિથલથી વાપી આવજા કરે છે.જેની તબિયત ખરાબ થતાં સેમ્પલ લેવાયો હતો.જેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોવિડ-19 સિવિલમાં સારવાર હેઠળ છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા

તાલુકો ગામ/સ્થળ ઉમર પુ/સ્ત્રી
વલસાડ પારડીસાંઢપોર 41 પુરૂષ
વલસાડ ખોખરા,પારનેરાપારડી 41 પુરૂષ
વલસાડ તિથલ 55 પુરૂષ
પારડી રશ્મિ સોસાયટી 70 પુરૂષ
પારડી બોર ફળિયા,રોહિણા 47 સ્ત્રી
વાપી પટેલ ફળિયા,ચલા 45 સ્ત્રી
વાપી અંબિકા પાર્ક,લવાછા 32 પુરૂષ
વાપી કોળીવાડ 25 પુરૂષ

કોરાના પોઝિટિવના તાલુકાવાર કેસ કેટલા

તાલુકો કેસ દાખલ રજા મૃત્યુ

પોઝિ. મૃત્યુ

વલસાડ 40 22 17 0 1
પારડી 22 17 3 2 0
વાપી 97 56 36 1 4
ઊમરગામ 11 3 6 1 1
ધરમપુર 4 0 3 0 1
કપરાડા 3 1 2 0 0
જિ.ના કુલ 177 99 67 4 7
જિ.બહારના 37 21 15 1 0
કુલ 214 120 82 5 7

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી