રેસ્ક્યુ:વલસાડ હનુમાનભાગડામાં માતેલા આખલાએ ગામ માથે લેતા દહેશત

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોને નુકસાન કરી ગામમાં આંતક મચાવ્યો,ગૌરક્ષકોએ રેસ્ક્યુ કર્યું

વલસાડ નજીક આવેલા હનુમાનભાગડા ગામે એક આખલો માર્ગો ઉપર દોડાદોડ કરી અડફેટમાં આવનાર કોઇને પણ મારવા દોડતાં ગામમાં ભાગદોડ મચી હતી.છેલ્લા બે દિવસથી કાળારંગનો આ આખલો હડકાયો બની ગયો હોવાની ગામમાં ચર્ચાઓ ચાલતાં લોકો ઘરની બહાર નિકળતા ડરી રહ્યા હતા.ગામના ફળિયાઓમાં ભારે ક્રોધિત અવસ્થામાં મારવા દોડતાં આ આખલાથી બચવા લોકો ભાગદોડ કરતાં હતા.માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો પણ આખલાથી બચવા સ્પીડમાં વાહન ચલાવવાનું જોખમ ખેડીને જતા જોવા મળ્યા હતા.

કેટલાક વાહનોને આ આખલાએ પાડી દઇ નુકસાન પહોંચાડ્તા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જેને લઇ સરપંચ જગદીશ ટંડેલે ડિઝાસ્ટ વિભાગને ફોન કરતા અગ્નિવીર ગૌસેવા દળને જાણ કરવા જણાવતા સરપંચે ગૌ સેવા દળના કાર્યકરોને જાણ કરી હતી.છેવટે ગૌવાહિની લાવીને કાર્યકરોએ દોરડાથી આખલાને બાંધવાના ભારે પ્રયાસો કર્યા હતો છેવટે બે કલાકની ભારે જહેમત બાદ કાર્યકરોએ તેને બાંધી ગૌવાહિનીમાં લઇ જવામાં સ‌ફળતા મેળવી હતી.

રેસ્ક્યુ કરવા સહાય આપવી જોઇએ
વલસાડના હનુમાનભાગડામાં બે દિવસથી નંદીરાજ ગાંડા જેવા થઇ ગયેલા અને સરપંચે ડિઝાસ્ટર અને ફાયરવાળાને જાણ કરી હતી.કોઇ અધિકારીએ અગ્નિવીર ગૌસેવાદળને જાણ કરવા જણાવ્યું હતું.તો આ‌વા આખલાના રેસ્ક્યુ માટે કાર્યકરોને હાનિ અને નુકસાન પહોંચે તો સરકારે કાર્યકરોને સહાય મળે તે જરૂરી છે.હાલે આખલાને બાંધીને પકડ્યો છે,જેને સારવાર આપીશું.>દિનેશ ચૌહાણ, ગૌરક્ષા દળ. સભ્ય

અન્ય સમાચારો પણ છે...