તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વલસાડ હાઇવેથી પિતા-પુત્ર કારમાં દારૂ સાથે પકડાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણથી દારૂ લઇ ધરમપુર તરફ જતા હતા

વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પરથી પસાર થતાં મોટી દમણના રહીશ પિતા પૂત્રને રૂ.8,400ના દારૂ સાથે વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યા હતા.

વલસાડ સિટી પોલીસના ધનશ્યામસિંહ, રાજકૂમાર કરૂણાશંકર, યોહાન સુકીરાવ, હરદિપસિંહ, મનેશ રમણભાની ટીમ પીઆઇ વી.ડી.મોરીની સૂચના હેઠળ પેટ્રોલિંગમાં હતા ત્યારે દમણથી બે ઇસમ કારમાં સીટના ખાનામાં દારૂ લઇ ધરમપુર તરફ જનાર હોવાની બાતમી મળી હતી.પોલીસે વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પર વોચ ગોઠવતા બાતમીવાળી કારને રોકી ઝડતી લેતા સીટના ખાનામાં સંતાડેલો 96 નંગ દારૂની બોટલ કિ.રૂ.8,400 સાથે ચાલક પૂત્ર નિરવ હસમુખ પારડીકર, ઉ.25, ધંધો નોકરી અને બાજૂમાં બેઠેલા તેના પિતા હસમુખભાઇ જગનભાઇ પારડીકર, ઉ.60, બંન્ને રહે.મોટીદમણ, બામણભૂજા,રાતા ફળિયાનાઓની પ્રોહિ.એક્ટ હેઠળ ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.કાર,મોબાઇલ અને દારૂ સહિત કુલ રૂ.1.65 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...