વલસાડની કોર્ટના ચેક બાઉન્સની ચાલી રહેલા કેસમાં સંડોવાયેલા ઉદય રાણા કોર્ટમાં હાજર રહેરા ન હોવાથી કોર્ટે ઉદય રાણા વિરુદ્ધ સમન્સ પાઠવ્યો હતો. નેગોસિયેબલ સમન્સને પાઠવવા સીટી પોલીસ મથકના એક પોલીસ જવાન ગયા હતા. પોલીસ જવાને 2 વખત ધક્કા ખાધા બાદ ઘર ખુલ્લું મળતા પોલીસ જવાને ઉદય રાણાને સમન્સ અંગે જાણકારી આપતા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. અને પોલીસ જવાનની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી પિતા પૂત્રોએ પોલીસ જવાન ઉપર હુમલાનો પ્રયાસ કરતા પોલીસ ટીમ ધસી ગઇ હતી. આ કેસમાં પિતા અને 2 પૂત્ર વિરૂધ્ધ સિટી પોલીસ મથકમાં જાહેર સેવકની ફરજમાં બળ વાપરવા અને હુમલો કરવાની કોશિશ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સીટી પોલિસે બંનેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડના કૈલાસ રોડ ઉપર પારડી સાંઢપોર ગ્રામ પંચાયતની બાજૂમાં રહેતા ઉદય જયકીશન રાણાના નામે 2015ના એક કેસ મામલે વલસાડ કોર્ટમાં હજાર ન રહેતા ઉદય રાણા સામે સમન્સ પાઠવ્યો હતો. સીટી પોલીસ મથકમાં સમન્સ બજાવવાની ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિન રંગાજી સમન્સ પાઠવવા ઉદય રાણા ઘરે પહોંચ્યા હતા. અગાવ પણ ઉદય રાણાનું સમન્સ લઇને ઘણીવાર ગયા હતા, પરંતું તેઓ ઘરે મળતા ન હતા. શુક્રવારે પોલીસ કર્મી તેમના ઘરે બપોરે જતાં તેમનું ઘર ખુલ્લુ હતું, જેથી પોલીસ કર્મી ઉદય રાણાને સમન્સ અંગે સમજ આપતા તેણે પોલીસ કર્મી સામે આવેશમાં આવી જઇ જોર જોરથી બુમો પાડવા લાગ્યો હતો. દરમિયાન ઘરમાંથી તેના બે દિકરા યશ અને ધ્રુવ હાજર હોય તમે પોલીસ કોર્ટની ગુલામ છો તમે પોલીસ ચોર છે અને મારા પિતાજીને ખોટા ખોટા વોરન્ટો આપી હેરાન પરેશાન કરો છો તેમ કહી આવેશમાં આવી ગયા હતા. કોર્ટ વિશે પણ તેમણે ગંભીર ટીપ્પણી કરી હતી. પોલીસ કર્મી અશ્વિને તેમને કોર્ટના સમન્સની સમજ આપી હતી. કોર્ટમાં ચાલી રહેલા છે બાઉન્સના કેસમાં ઉદય રાણા હાજર ન રહેતા કોર્ટે સમન્સ કાઢ્યું છે. જેની બજવણી કરવા અંગે વાત કરવા છતાં કાયદેસરની ફરજ રોકવા માટે ત્રણેએ કામમાં અડચણરૂપ થઇ ગુનાહિત બળ વાપરી ત્રણે બાપ દિકરાએ પોલીસ કર્મી ઉપર હુમલો કરવાની કોશિશ કરતાં સીટી પોલીસને જાણ કરાઇ હતી, સીટી પોલીસે પોલીસ જાવનની સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરવા બદલ પિતા અને 2 પુત્રી વિરુદ્ધ સીટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આજે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.