તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓળખની લડત:વલસાડી આફુસનું GI પેટર્ન કરવા ખેડૂતો કૃષિ યુનિવર્સિટી પહોંચ્યા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કિસાન મોરચા અને અગ્રણીઓએ VC સમક્ષ પેટર્ન કરવા ઘા નાખી

આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે જગ વિખ્યાત વલસાડી આફુસ કેરીને અલગ ઓળખ અપાવવા જીયોગ્રાફિકલ આઇડેન્ટીફિકેશન પેટર્ન તરીકે રજીસ્ટર્ડ કરાવવા માટે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. દરમિયાન વલસાડ જિલ્લા ભાજપ કિસાન મોરચા અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચા સાથે ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ કૃષિ યુનિવર્સિટીએ પહોંચી વલસાડી આફુસને જીઆઇ પેટર્ન રજિસ્ટર્ડ કરાવવાની કાર્યવાહી હાથ ધરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વલસાડ જિલ્લાની ફળદ્રુપ માટીમાં લેવાતા કેરીના પાકમાં આફુસ કેરીનું આગ‌વું મહત્વ છે. વલસાડી આફુસ કેરીને લઇ વલસાડ જિલ્લો વર્ષોથી ગુજરાત અને સમગ્ર ભારત દેશ સહિત વિદેશોમાં પણ કેરીના પાક માટે પ્રસિધ્ધ થયો છે. વલસાડ જિલ્લામાં કેરીનો રાજા ગણાતી મધુર આફુસ કેરીની વિદેશોમાં પણ ભારે માગ છે.

આ કેરીને જિયોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન પેટર્ન તરીકે જીઆઇ ટેગ માટે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મંત્રી આશિષ દેસાઇ, વલસાડ જિ.કિસાન મોરચા પ્રમુખ હિતેશ પટેલ, મહામંત્રી કમલેશ દેસાઇ ઓલગામ, ખેડૂત આગેવાન અટગામના રૂપેશ પટેલ, હર્ષદ દેસાઇ નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝીણાભાઇ પટેલની અધ્યક્ષતા હેઠળ બેઠકમાં રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ હિતેશ પટેલે હાલમાં ફળમાખીના ઉપદ્રવનો નાશ કરવા યુુનિ. તેમજ ખેડૂતો દ્વારા સંયુક્ત ઝુંબેશ ચલાવી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆતો કરાઇ છે.

વિશ્વના બજારમાં વલસાડી આફુસના બ્રાન્ડથી કેરી વેચવા રજિસ્ટ્રર જરૂરી
વલસાડ જિલ્લાની આફુસ કેરી (હાફુસ)ને વિશ્વમાં માત્ર વલસાડી આફુસ તરીકે જ વેચાણમાં ઓળખાવી જોઇએ તેવી માગ પ્રતિનિધિ મંડળે કરી છે. જેના માટે જીઆઇ ટેગ રજિસ્ટર્ડ કરી પેટર્ન પ્રસ્થાપિત કરવા જરૂરી નિયમો હેઠળ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે માટે ખેડૂતો અને ભાજપ કિસાન મોરચાએ ઘા નાખી છે. ભૂતકાળમાં પણ આ મુદ્દે અનેક ચર્ચા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...