તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:વલસાડ જિલ્લામાં સપ્તાહમાં 10 ઇંચ મેઘ મહેર ડાંગરની રોપણી લાયક વરસાદથી ખેડૂતોને રાહત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે વલસાડમાં 1 ઇંચથી વધુ વરસાદ જ્યારે અન્ય તાલુકાઓમાં ઝરમર વરસ્યો

વલસાડ જિલ્લામાં 17 જૂનથી એક્ટિવ થયેલી ચોમાસાનું ઋતુના છેલ્લા એક અઠવાડિયામાં મોસમનો કુલ 10 ઇંચ વરસાદ થતાં ડાંગરના ખેડૂતોમાં રાહત ફેલાઇ છે.આ સાથે ગુરૂવારે વલસાડ જિલ્લામાં વરસાદી ઝરમર સાથે વલસાડ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હતો.જો કે સપ્તાહથી વરસાદી માહોલ જામતા જિલ્લામાં ડાંગરનો પાક લેતા ખેડૂતો વાવણી માટે તલપાપડ બન્યા છે.

ચોમાસાની ઋતુનું જૂનના મધ્યેથી પરંપરાગત રીતે પ્રારંભ થતાં મેઘરાજાનું આગમન થાય છે.આ વર્ષે પણ 17 જૂને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ છેલ્લા સપ્તાહથી વરસાદી વાતાવરણ જારી રહ્યું છે.જિલ્લાના પારડી,વલસાડ, વાપી,ઉમરગામ તાલુકામાં સારો વરસાદ થઇ રહ્યો છે.જ્યારે અંતરિયાળ તાલુકા ધરમપુર અને કપરાડામાં ધીમીગતિએ વરસાદી ઋતુ આગળ ધપી રહી છે.વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે 100 ટકાથી વધુ વરસાદ નોધાય છે જેમાં સૌથી વધુ લગભગ 100 થી 125 ટકા વચ્ચે વરસાદ ચેરાપૂંજી ગણાતા કપરાડા તાલુકામાં થાય છે.

ચાલૂ વર્ષે ચોમાસુ બેઠું ત્યારબાદથી અત્યાર સુધીના 8 દિવસમાં જિલ્લામાં સરેરાશ 10.58 ટકા વરસાદ થઇ ચૂક્યો છે.જેના કારણે આ વિસ્તારોમાં ખાસ કરીને ડાંગરના પાક લેતા ખેડૂતો હવે વાવણી માટે જોતરાવાની તૈયારી કરી રહ્યા છે.કેટલાક તાલુકામાં ધરુ નાખવામાં આવી રહ્યું છે.ગુરૂવારે પણ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વલસાડ તાલુકામાં 1 ઇંચ અને અન્ય તાલુકાઓમાં વાદળોથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે વરસાદી ઝરમર અને ઝાંપટા ચાલૂ રહ્યા હતા.

ઝરમરીયા વરસાદમાં પણ વાપી જીઆઇડીસી ચાર રસ્તા પર ગોવિંદા કોમપ્લેક્ષ આગળ પાલિકાની ઉભરાતી ગટરની સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો ન હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હેરાનગતી ભોગવવી પડી રહી છે.

સપ્તાહનો વરસાદ

તાલુકોવરસાદ
ઉમરગામ230 મિમિ
કપરાડા263 મિમિ
ધરમપુર190 મિમિ
પારડી322 મિમિ
વલસાડ308 મિમિ
વાપી274 મિમિ
કુલ1587 મિમિ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...