ડિમોલીશન:સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતરમાં થયેલું દબાણ દૂર કરાયું

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગના કાયદાનો ભંગ કરી મકાન બનાવી લેવાતા કાર્યવાહી કરવામાં આવી

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા ઉમરકૂઇ ગામના ડુંગરપાડા વિસ્તારના એક ખેડૂતને જંગલ જમીનના કાયદા અનુસાર ખેતી માટે જગ્યાની ફાળવણી કરવામા આવી હતી.એ જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરી નવુ મકાન બનાવવામા આવી રહ્યુ હતુ જેને વન વિભાગ દ્વારા એને દુર કરવામા આવ્યુ હતુ.

પ્રાપ્ત વિગત અનુસાર પ્રભુભાઈ રહેવાસી ઉમરકૂઇ ડુંગરપાડા જેઓ હાલમા સેલવાસ નગરપાલિકામા કોન્ટ્રાકટ બેઝમા ફરજ બજાવે છે જેઓના પરિવાર દ્વારા ખેતીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાન બનાવવાની તૈયારી ચાલી રહી હતી જે અંગે વનવિભાગના અધિકારીને ફરિયાદ મળતા પોલીસની ટીમ સાથે ઉમરકૂઇ ડુંગરપાડા ગામે પોહચી હતી અને જે ગેરકાયદેસર દબાણ કરવામા આવેલ ત્યાથી ખેડૂતને જે નવુ શેડ બનાવવામા આવેલ એના ઉપરના પતરા ઉતારી અને જે લાકડાઓનો ઉપયોગ કર્યો હતો તે સહી સલામત પરત કરવામા આવ્યો હતો.

વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ જમીન પ્રભુભાઈને ખેતી માટે ફાળવવામા આવી હતી જ્યા એમણે ગેરકાયદેસર રીતે ઘણુ મોટુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો એમણે બે મકાનો બનાવ્યા હતા જેમાથી એક નાનુ હતુ જેને બરકરાર રાખવામા આવ્યુ હતુ.બીજુ જે વધારાનુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવેલ એને વનવિભાગની ટીમ દ્વારા દૂર કરવામા આવ્યુ છે.આ અવસરે વન વિભાગના રેન્જ ફોરેસ્ટર કિરણસિંહ પરમાર,સુરજ રાઉત સહિત પોલીસની ટીમ ઉપસ્થીત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...