તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારીનો આક્ષેપ:વાપીની નિરામયા હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે દર્દીનું મોત થયાનો આક્ષેપ લગાવી પરિવારજનોએ હોબાળો મચાવ્યો, સંચાલકોએ આરોપોને નકાર્યા

વલસાડ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતી માત્રામાં હતોઃ સંચાલક

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એક દર્દીનું ઓક્સિજનના અભાવે મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. દર્દીના મોતને લઈ પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલના સંચાલકોએ દર્દીના પરિવારજનોના આક્ષેપોને નકાર્યા છે.

વાપીમાં આવેલી નિરામયા હોસ્પિટલમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલ સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે પૂરતી માત્રામાં ઓક્સિજન ના હોવાનો અને સારવાર માટે રાત્રિના સમયે ડોકટર પણ હાજર ના હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવતા પોલીસની ટીમ હોસ્પિટલ પર દોડી આવી હતી.

હોસ્પિટલ સંચાલકોએ આરોપોને નકાર્યાદર્દીના મોત બાદ નિરામયા હોસ્પિટલના સંચાલકો સામે મૃતક દર્દીના પરિવારજનોએ સારવારમાં બેદરકારીના આક્ષેપ કર્યા છે. તો હોસ્પિટલના સંચાલકોએ કહ્યું, રાત્રિ દરમિયાન હોસ્પિટલમાં ડોકટર હાજર હતા અને ઓક્સિજન પણ પૂરતી માત્રામાં હતો.

પિતાને બચાવવા માટે પુત્ર-પુત્રીએ સમગ્ર રાત દોડધામ કરી
હોસ્પિટલમાં બે દિવસમાં બે કોરોનાના મોત
વાપીની નિરામયા હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં બે કોરોનાના દર્દીના મોત થયાં છે. બુધવારે કોરોના પોઝિટિવ જયદિપ ગઢવીએ વેક્સિન પણ લીધી હતી. આમ છતાં તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં મોત થયુ હતું. વાપીમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યાં છે. ઉપરાંત સુત્રોના જણાવ્યાં મુજબ આઇસીયુ વોર્ડમાં એસી પણ ચાલુ બંધ થાય છે.

હોસ્પિટલની કથીત બેદરકારીથી પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી.
હોસ્પિટલની કથીત બેદરકારીથી પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી.

ભાગદોડ કરી ઓક્સિજનના બોટલ મેળવી
મારા પિતાનું ઓક્સિજનની ઘટના કારણે મોત થયુ છે. અમે આખી રાત્ર ભાગદોડ કરી ઓક્સિજનની બોટલ મેનેજ કરી હતી,બુધવારે સવારે પિતાના મોતની જાણ કરી હતી. હોસ્પિટલમાં સુવિધાનો અભાવ છે. હોસ્પિટલની બેદરકારીના કારણે અમે અમારા સ્વજન ગુમાવ્યાં છે. - દિગ્વિજય ગઢવી,મૃતકના પુત્ર,વાપી
દર્દીનું પહેલેથી ઓક્સિજન લેવલ 65 હતું
આ કોરોના પોઝિટિવ દર્દી આઇસીયુમાં દાખલ થયા ત્યારે જ તેમનું ઓક્સિજન લેવલ 65 હતુ,પહેલેથી તેમની હાલત અંગે પરિવારને જાણ કરી હતી. ડુંગરી ફળિયામાં ઓક્સિજનની સુવિધા પુરી પાડી હતી. વધુ હાલત ખરાબ થાય તો અન્ય હોસ્પિટલમાં બેડ અંગેની વ્યવસ્થા પણ ગોઠવી હતી. હોસ્પિટલની બેદરકારીનો સવાલ જ ઊભો થતો નથી.
- ડો. તનમય ગાંધી, સંચાલક,નિરામયા હોસ્પિટલ, વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો