તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારની શોધ:વલસાડ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામનાર 3 વૃદ્ધ દર્દીનાં પરિવારજનોને શોધવા પોલીસની મદદ લેવાઈ

વલસાડ22 દિવસ પહેલા
 • એક વૃદ્ધની પત્ની કોરોના સંક્રમિત અને ચાલી શકે એમ ન હોવાથી પોલીસને અંતિમક્રિયા કરવા જાણ કરાઈ
 • અવિવાહિત વૃદ્ધના પરિવારના સભ્યોનાં નામ-સરનામાં પાડોશીઓ પાસે નથી

નોવલ કોરોનાવાયરસ હવામાં અને સંક્રમિતોના સંપર્કમાં આવવાથી ફેલાઈ રહ્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલના PM રૂમમાં એક મહિલા સહિત ત્રણ વૃદ્ધોની લાશના પરિવારજનોને શોધવા સિવિલ હોસ્પિટલના તબીબે પોલીસ વિભાગની મદદ લેવાઈ છે.

વલસાડ જિલ્લામાં દિવસે દિવસે વધી રહેલા કોરોના સંક્રમણને જોઈને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ કોરોનાના સંક્રમણથી લોકોને દૂર રાખવા પ્રયાસો હાથ ધરી રહી છે, જેમાં કોરોના આઇસોલેશન વોર્ડ પણ સામેલ છે, જેમાં દાખલ થયેલા દર્દીઓને ખબર પૂછવા પણ પરિવારના સભ્યોને જવા દેવામાં આવતા નથી. પરિવારના ખબરઅંતર ફોન દ્વારા જ જાણી શકાય છે. ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલના ત્રણ મૃતકોના પરિવારજનોને શોધવા વલસાડ પોલીસને સિવિલ હોસ્પિટલે જાણ કરી હતી.

એમાં એક વૃદ્ધ મહિલાએ પોતાનું સરનામું ખોટું લખાવ્યું હતું, જ્યારે ઉદવાડાના વૃદ્ધ મૃતકની પત્ની કોરોના સંક્રમિત હોવાથી પોલીસને કોવિડના નિયમ અનુસાર, લાશની અંતિમક્રિયા કરવા જણાવ્યું હતું. જ્યારે હનુમાન ભાગડાના અવિવાહિત વૃદ્ધ સાથે કોઈ રહેતું ન હતું. પાડોશીઓ વૃદ્ધના પરિવારના સભ્યોને નામ કે મોબાઈલ નંબરની જાણ ન હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મૃતકોની લાશ પરિવારની રાહ જોઇ રહી છે.

સરનામું ખોટું લખાવ્યું
વલસાડ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં વાપીની એક 50 વર્ષીય સુખિયાદેવી ધરમવીર ખેડાએ હોસ્પિટલમાં દાખલ થતી વખતે વાપીના ભડકમોરના નાની ફલફર ખાતે આવેલી જગદીશભાઈની ચાલીમાં રહેતી હોવાનું નોંધાવ્યું હતું. સુખિયાદેવીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. કોરોના વોર્ડમાંથી તબીબે સુખિયાદેવીએ લખાવેલા મોબાઈલ નંબર પર વારંવાર સંપર્ક કરતાં મોબાઈલ ફોન બંધ આવી રહ્યો હતો, જેથી વાપી પોલીસની મદદ મેળવીને પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં વાપીમાં આવી કોઈ ચાલી મળી આવી ન હતી, જેથી વાપી પોલીસે વલસાડ સિટી પોલીસ મથકે નોંધ કરવી હતી.

પત્ની કોરોના સંક્રમિત છે, ચાલી શકે એમ ન હોવાથી પોલીસને અંતિમક્રિયા કરવા જણાવ્યું
ઉદવાડામાં રહેતા મોહનરામ રાજારામ નાયડુ 10 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત જાહેર થતાં સિવિલ હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન 15 એપ્રિલના રોજ મોહનરામ નાયડુનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ હોસ્પિટલના તબીબે પારડી પોલીસને મોહનરામ નાયડુના પરિવારનો સંપર્ક કરી જાણ કરવા જણાવ્યું હતું. મોહનરામનાં પત્ની કોરોના સંક્રમિત હોવાથી હોમ આઇસોલેશનમાં હોવાનું જણાવ્યું હતું, સાથે ચાલવામાં તકલીફ થતી હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ એકલાં જઈ શકે તેમ નથી. જેથી પોલીસ જવાનોને કોવિડના નિયમ અનુસાર અંતિમક્રિયા કરવા લેખિત આપ્યું હોવાનું પારડી પોલીસે વલસાડ સિવિલ હોસ્પિટલ અને સિટી પોલીસ મથકે નોંધ કરવી હતી.

પરિવારના સભ્યોના કોન્ટેક નંબર પાડોશીઓને નથી ખબર
વલસાડ હનુમાન ભાગડાના દેસાઈ વાડમાં રહેતા નિરંજનભાઈ મગનભાઈ દેસાઈ, (ઉં.વ. 80,) 15 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત જાહેર થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિરંજનભાઈનું સારવાર દરમિયાન 18 એપ્રિલના રોજ મૃત્યુ થયું હતું. સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા ફોન નંબર પર સંપર કરતાં ફોન બંધ આવતો હતો. બનાવ અંગે સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. સિટી પોલીસે બનાવ અંગે તપાસ કરતાં નિરંજનભાઈ દેસાઈ અવિવાહિત હતા. એકલા રહેતા હતા અને તેમના પરિવારના સભ્યોને કોઈના કોન્ટેક્ટ નંબર ખબર ન હોવાનું પાડોશીઓએ જણાવ્યું હતું.

બનાવ અંગે સિટી પોલીસ મથકે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થનારા તમામ દર્દીઓના પરિવારજનોને સાચું સરનામું અને ફોન નંબર નોંધ કરાવવા અપીલ કરી છે, જેથી દર્દીઓની સારવાર અંગે સમયસર પરિવારના સભ્યોને જાણ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો