છેતરપિંડી:દમણની હોટલ-રિસોર્ટની ફેક વેબસાઈટ બનાવી લોકોને ખંખેરતી ટોળકીનો પર્દાફાશ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હોટેલ અને રિસોર્ટની નકલી વેબસાઈટ દ્વારા રૂમ બુકિંગના નામે લોકોને છેતરવાના કેસમાં દમણ પોલીસે સાયબર ગેંગના ચાર સાયબર ગુનેગારોને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાંથી એક આરીફની પોતાની યુટ્યુબ ચેનલ છે જેના પર તે લોકોને નકલી લોન એપ્લિકેશનથી લોન લેવાનું કહીને પોતાનો શિકાર બનાવતો હતો. 9મી ઓગષ્ટના રોજ એક પરિવાર પાસેથી હોટલ બુકીંગ કરવાના નામે 1.18 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી હતી. ગ્રાહક હોટેલમાં ઓનલાઇન બુકીંગનું લિસ્ટ લઈને આવ્યો ત્યારે ઘટનાની જાણ થતાં દમણ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ પ્રવાસીઓ માટે ફરવા માટે પ્રખ્યાત સ્થળ બની રહ્યું છે. દૂર દૂરથી સહેલાણીઓ દમણ ફરવા આવતા પહેલા ઓનલાઈ હોટલનું બુકી કરવી આવતા હોય છે. આવા ગ્રાહકોને દમણની કેટલીક હોટલ અને રિસોર્ટના નામની ફેક વેબસાઈડ બનાવી પ્રવાસીઓને રૂમ બુકીંગ કરવાના નામે છેતરપિંડી આચરતા હોવાનો એક કિસ્સો 09મી ઓગષ્ટના રોજ દમણ ખાતે આવેલી એક હોટેલમાં પરિવાર સાથે આવેલા સહેલાણી ફેક વેબસાઈડનો ભોગ બન્યા હતા. હોટલ સંચાલકે તાત્કાલિક દમણ પોલીસનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે કેટલાક સમયથી ઘણા પ્રવાસીઓ સીધા રિસોર્ટ પર આવ્યા હતા અને ઓનલાઈન વેબસાઈટ પેમેન્ટ બતાવીને રૂમ બુકિંગ વિશે પૂછ્યું હતું. તેના રિસોર્ટના નામે નકલી વેબસાઈટ બનાવીને 1,18,000/-ની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. ફરિયાદ મળ્યા બાદ, કોસ્ટલ પોલીસ સ્ટેશન, કડૈયા, નાની દમણ ખાતે આઈપીસીની કલમ 419, 420 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી.

ગુનાની તપાસ દરમિયાન અનેક બેંક ખાતાઓ, મોબાઈલ નંબરો અને અન્ય ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ સાયબર ટીમની રચના કરી રાજસ્થાનના 6 સ્થળોએ 3 દિવસ સુધી રાત-દિવસ તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી એક આરોપીને ઓળખીને તેની ધરપકડ કરવામાં આવી હતી. દમણ પોલીસે આરોપીની સઘન પૂછપરછ પર આ લિંક સાથે સંબંધિત તેના 3 અન્ય સહયોગીઓની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી હતી.

લોકોને લલચાવવા માટે તેઓ અસલી નામ જેવી જ નકલી વેબસાઈટ બનાવતા હતા. જેમાં પકડાયેલા આરોપીઓમાંથી એક આરીફની પોતાની યુટ્યુબ ચેનલ છે જેના પર તે લોકોને નકલી લોન એપ્લિકેશનથી લોન લેવાની વાત કહી સરળતાથી પોતાનો શિકાર બનાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...