• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Expenditure Inspector Held A Review Meeting With The Nodal Officers Of Various Teams Involved In The Matter Of Election Expenditure In Valsad District.

ચૂંટણીલક્ષી માર્ગદર્શન:વલસાડ જિલ્લમાં ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે ખર્ચ નિરીક્ષક સમીક્ષા બેઠક કરી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા ચૂંટણી ખર્ચ નિરીક્ષક ડો. રંજન અગ્રવાલે ચૂંટણી ખર્ચની બાબત સાથે સંકળાયેલી વિવિધ ટીમોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અન્વયે વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા.1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી સંદર્ભે ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયેલા ડો. રંજન અગ્રવાલ (આઈઆરએસ)ના અધ્યક્ષ સ્થાને તા.7 નવેમ્બરને સોમવારે વલસાડ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, એક્સપેન્ડિચર મોનિટરીંગ નોડલ ઓફિસર-વ- જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતીમાં ચૂંટણી સંબંધિત વિવિધ કામગીરીના જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તમામ ટીમો વચ્ચે સંકલન જળવાઈ રહે તેના ઉપર ભાર મુક્યો
આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો. રંજન અગ્રવાલે નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દરેક નોડલ અધિકારીઓ અને કર્મચારીઓએ કરવાની થતી કામગીરી અંગે માહિતી આપી હતી. આ સાથે જ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી આ અગાઉ ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની પણ તેમની પાસેથી જાણકારી મેળવી હતી. બેઠકને સંબોધતા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો.રંજન અગ્રવાલે વલસાડ જિલ્લામાં યોજાનારી વિધાનસભા મત વિસ્તારની પાંચેય બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અનુરોધ કરી પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમો વચ્ચે સંકલન જળવાઈ રહે તેના ઉપર પણ ભાર મુક્યો હતો.
વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપ્યું
જિલ્લા ચૂંટણી અધિકારી -વ- જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તેવી હિમાયત કરી અધિકારી અને કર્મચારીઓ પોઝિટિવ એનર્જી સાથે સુપેરે કામગીરી પાર પાડે તે માટે શુભકામનાઓ આપી હતી. બાદમાં દરેક ટીમોને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા અંગે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપ્યુ હતું.
મતદારોએ સંપર્ક કરવાનો રહેશે
વલસાડ જિલ્લાના પ્રજાજનો, રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના સમર્થકો વગેરેને ચૂંટણી ખર્ચ સંબંધિત કોઇ પણ ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો ચૂંટણી ખર્ચ નિરીક્ષક ડો. રંજન અગ્રવાલને મો.6354378845 પર કરી શકાશે. મતદારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જેમાં ટોલ ફ્રી નંબર 1800 233 2610 અને લેન્ડ લાઈન નંબર 02632-297019 છે. જેના પર મતદારોએ સંપર્ક કરવાનો રહેશે.
વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા
​​​​​​​
આ બેઠકમાં નિશા ચૌધરી (પ્રોબેશન આઈએએસ), ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના વિક્રમસિંગ રત્નુ, નોડલ કોડ ઓફ કંડક્ટ –વ- પ્રાયોજના વહીવટદાર અશોક કલ્સરીયા, સુપ્રિટેન્ડન્ટ ઓફ કસ્ટમ રિશી શર્મા, એકાઉન્ટ ટીમના નોડલ અધિકીરી, સ્ટેટિક સર્વિલન્સ ટીમ, ફ્લાઈંગ સ્ક્વોડ, વીડિયો વ્યુઈંગ ટીમ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, પોલીસ ટીમ, એમસીએમસી ટીમ, એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના પાંચેય વિધાનસભા મત વિસ્તારના તમામ નોડલ ઓફિસરો તથા ચુંટણી ખર્ચ સાથે સંકળાયેલી તમામ ટીમોના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...