તપાસ:વલસાડના કલવાડાની વૃધ્ધા આપઘાત કેસમાં ખર્ચના હિસાબની ડાયરી મળી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દત્તક પૂત્રના નામે મકાન કર્યા બાદ પૂત્રએ ના પાડી વેચી નાખવા કહ્યું હતું

વલસાડના કલવાડામાં એક વૃધ્ધાના આપઘાત કેસમાં તપાસ દરમિયાન જૂની ડાયરી મળી આવી હતી,જેમાં કોને કેટલા પૈસા આપ્યા હતા તેવા નાના મોટા ખર્ચની વિગતો હોવાનું દૂરના સંબંધીએ જણાવતાં રૂરલ પોલીસે પુછપરછ હાથ ધરી હતી. ખેરગામના ભૈરવી ખાતે રહેતા પૂર્વેશ ધીરૂ ખાંડાવાલાના દૂરના સંબંધિ ગણાતા ફોઇ સવિતાબેન કલવાડિયા અને ફુવા મનુભાઇ કલવાડિયા વલસાડના કલવાડા ગામે રહેતા હતા.બંને બિમારીથી પીડાતા હતા અને તેમને કોઇ સંતાન હતું.

દરમિયાન 22 મેના રોજ ફોઇ સવિતાબેન ઉ.65નાએ ઝાડની ડાળી સાથે દોરી બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ વૃધ્ધ દંપતિના કોઇ નજીકના પરિવારજનો ન હોવાથી ભૈરવી ખાતે રહેતાં પુર્વેશ ખાંડાવાલાને જાણ કરાતા તેઓએ આવી રૂરલ પોલીસ મથકે આ બનાવ અંગે એડી નોંધાવી હતી. આ કેસમાં પોલીસને જૂની ડાયરી મળી હોવાનું પૂર્વેશભાઇએ જણાવ્યું હતું.જેમાં વૃધ્ધાના ખર્ચા અંગેની વિગતો લખી હતી,જેમાં કોને પૈસા આપ્યા હતા તેના નામો વિગેરે હિસાબની વિગતો હોવાનું અને પોલીસે આ અંગે આસપાસના કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી છે તેવું જણાવ્યું હતું.

વૃધ્ધાને સારવાર માટે દત્તક પૂત્ર મુંબઇ લઇ ગયા હતા
મૃતક વૃધ્ધાના દૂરના સગા પુર્વેશભાઇના જણાવ્યા મુજબ વૃધ્ધ દંપતિ એવા ફોઇ ફુવાના કોઇ સંતાન ન હતા.તેમણે એક દત્તક પૂત્ર હતો જે મુંબઇ રહે છે.વૃધ્ધાએ મકાન તેના નામે કર્યું હતું.બાદમાં વૃધ્ધાની સારવાર અને સંભાળ માટે મુંબઇ લઇ ગયા હતા.મકાનની કિ.16 લાખ હતી.જે વૃધ્ધાએ દત્તક પૂત્રને આપ્યું હતું.વૃધ્ધ માતાની સારવાર,મકાનના દસ્તાવેજ ખર્ચ સહિત રૂ.5 લાખનો ખર્ચ થયો હતો.દત્તક પૂત્રએ પછી સવિતાબેનને મુંબઇથી કલવાડા લાવ્યા બાદ આ મકાન તેમને નથી જોઇતું અને કોઇ અન્યને વેચી નાંખવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...