સામાન્ય સભા:વલસાડ પાલિકાના શોપિંગ સેન્ટરોના ભાડા વધારવા કવાયત, આજે બજેટ સભામાં ચર્ચા

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે આર્થિક સંકટ વચ્ચે મિલકતોની મરામત અંગે પણ નિર્ણય કરવામાં આવશે

વલસાડ પાલિકાની સોમવારે મળનારી બજેટની સામાન્ય સભામાં પાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરોની દૂકાનોના ભાડા વધારવા અંગે ચર્ચા કરવામાં આવશે.પૂરતી આવક વિના આર્થિક સંકટ અને નાણાં ભીંસ વચ્ચે પાલિકા પાસે ડ્રેનેજ,રસ્તા,પાણી,લ ાઇટ જેવી પ્રાથમિક સુવિધાના મરામત નિભાવના નાણાં પણ નથી ત્યારે નગરસેવકો શું નિર્ણય કરશે તે જોવું રહ્યું.

વલસાડ નગરપાલિકામાં હાલમાં પગાર,પેન્શનની ચૂકવણી દર મહિને કરવા મુશ્કેલી સર્જાય રહી છે. લાઇટના બિલો ભરવા માટે પણ પાલિકાને મહિનાના અંતમાં નાણાં ભેગા કરવા લોઢાના ચણાં ચાવવા જેવી સ્થિતિ છે.પાલિકાના સભ્યો આવક વધારવા માટે સુચનો કરી રહ્યા છે તેવા સંજોગોમાં 7 માર્ચે વલસાડ પાલિકાની સને 202-23ના વાર્ષિક બજેટની સામાન્ય સભામાં ચર્ચા હાથ ધરાનાર છે.જેમાં પાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરોની દૂકાનોના ભાડા વધારવા અંગે ચર્ચા કરી નિર્ણય કરાશે.આ સાથે પાલિકાની મિલકતોની મરામત અને નિભાવણીના કામે પણ પરામર્શ થશે.

પાલિકાની આવકના સ્ત્રોત વધારવામાં ન આવે તો વહીવટ કરવું મુશ્કેલ છે તે હકીકતને ધ્યાને રાખી પ્રમુખ કિન્નરી પટેલે બજેટની સામાન્ય સભાના એજન્ડામાં આ કામો લીધા છે.હવે સભ્યો કેવું વલણ લે છે તેના પર સૌની મીટ મડાઇ છે. આમ વલસાડ પાલિકાની સામાન્ય સભામાં શોપિંગ સેન્ટરોના ભાડા વધારવા તથા વેળા વળતર યોજનાનો અમલ માટે નિર્ણય લેવાશે . સભા પર સૌની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...