વલસાડના મોગરાવાડી રેલવે અન્ડરપાસ સામેના રોડ ઉપર છેલ્લા સપ્તાહથી ડ્રેનેજ ગટર લાઇન ઉભરાતાં દૂષિત પાણી રસ્તા પર વહેતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.આ મામલે પાલિકાના વિપક્ષના માજી સભ્યોએ દોડી જઇ પાલિકાના ડ્રેનેજ વિભાગને જેટિંગ મશીન ટ્રક તાત્કાલિક સ્થળ પર મોકલવા સૂચના આપી રૂબરૂ સફાઈ કામ શરૂ કરાવતાં લોકોએ હાશ્કારો અનુભવ્યો હતો.
હાલમાં વલસાડ પાલિકાના 2018માં ચૂંટાયેલા સભ્યોની 5 વર્ષની મુદ્દત પૂરી થઇ ગઇ હોવાથી સભ્યો ચૂંટણીની રાહ જોઇ રહ્યા છે.પરંતું પ્રાથમિક સુવિધાઓની સમસ્યાની રજૂઆતો હજી લોકો પાલિકાના બદલે માજી બની ગયેલા સભ્યોને કરી રહ્યા છે.
જેને લઇ મોગરાવાડી રેલવે અન્ડરપાસ સામેનો મુખ્યરોડ ડ્રેનેજની લાઇનના ઉભરાતાં પાણીથી દૂષિત થઇ જતાં પાલિકાના મોગરાવાડીના વિપક્ષના માજી સભ્યો ગીરીશ દેસાઇ અને સંજય ચૌહાણે તાત્કાલિક સ્થળની મૂલાકાત લઇ પાલિકાના ડ્રેનેજ વિભાગને જાહેર માર્ગ પર દુર્ગંધ મારતા દૂષિત પાણી બંધ કરવા તાકીદ કરી સ્થળ પર બોલાવી મગાવ્યા હતા.જેને લઇ પાલિકાની ટીમ તાત્કાલિક જેટિંગ મશીન સાથેની ટ્રક લઇને આવી પહોંચતા વિપક્ષના માજી સભ્યોએ સ્થળ પર ગટર સફાઇની કામગીરી ખડેપગે કરાવતા લોકોને રાહત મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.