વલસાડ શહેરમાં મુખ્યમાર્ગો ઉપર ઠેક ઠકાણે પડેલાં ખાડા,ખાંચા અને જર્જરિત ભાગો ઉપર ડામર કામ અને પૂરાણની કાર્યવાહી કરવામાં પાલિકા તંત્ર નક્કર પગલાં ન ભરાતાં નજીકના દિવસોમાં ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. વલસાડમાં મુખ્યમાર્ગો સહિતના રસ્તાના વચ્ચે જે સ્થળોએ નાના મોટા ખાડા પડ્યા છે તે કામો જૂન પહેલા 60 ટકા પૂરા કરી દેવાની વાત હતી,પરંતું હજી રસ્તાના મરામતની કામગીરી માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
આઝાદ ચોક,શ્રોફચાલ રોડ,લુહાર ટેકરા,નાના તાઇવાડ,અને આવાબાઇ સ્કૂલના ઉત્તર દિશાએ રૂરલ પોલીસ અને સ્ટેશન રોડને જોડતાં રસ્તા વચ્ચે પાણી કે ડ્રેનેજ લાઇન નાંખવા પાડેલો લાંબો ખાંચો વાહનચાલકો માટે જોખમ રૂપ બન્યો છે.આ ઉપરાંત મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ અધવચ્ચે પડેલા ખાડા ખાંચા પુરવા પાલિકા તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી કરવી ખુબ જરૂરી હોવાની પાલિકાના સભ્યોએ અધિકારીઓને રજૂઆતો કરી છે.પરંતુ રસ્તાના ખાડા ખબુચડા પૂરવા મરામતની કાર્યવાહી હજી કરવામાં આવી નથી.જેને લઇ સભ્યોમાં રોષની લાગણી ફેલાઇ રહી છે.
ખાડા પૂરવા જાણ કરી પરંતુ કામ થયું નથી
વલસાડમાં ચોમાસા પહેલા રસ્તા પર ખાડા ટેકરા હોય તે સમાન કરી પૂરાણ કરવા કે ડામર કામ હાથ ધરવા પાલિકાના બાધકામ શાખાના અધિકારીઓ સીઓ વિગેરેને જાણકરી છે.પરંતું હજી રસ્તાના મરામતના કામ શરૂ કરાયા નથી.વહેલી તકે કામો હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂકી રજૂઆત થઇ ગઇ છે.ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે. - વિમલ પટેલ, વોર્ડ સભ્ય
પાણી,ડ્રેનેજ ફોલ્ટ માટે ખાડા ખોદ્યા હતા
વલસાડ પાલિકા દ્વારા ડ્રેનેજ અને વોટરલાઇનના જોડાણો કે ડ્રેનેજ ક્ષતિના ફોલ્ટ શોધવા પાલિકાના કામદારો દ્વારા ખોદાણ કરવામાં આવે છે.બાદમાં આ ખાડામાં નિકળેલી માટીનું પૂરાણ કરી હાથ ઉંચા કરી દેવામાં આવે છે.આ ખાડાનું પૂરાણ કરી ડામરનું પેચિંગ કરવાની કોઇ તસ્દી લેવામાં આવતી નથી,જેના કારણે મુશ્કેલી ઉભી થાય છે.
ચોમાસામાં પાણી ભરાતાં જોખમ રહે છે
વલસાડમાં હાલમાં કેટલાક માર્ગો મુખ્ય હોવા છતાં અધવચ્ચે નાના મોટા ખાડા,ખાંચા જોવા મળી રહ્યા છે.જેના કારણે વાહન ચલાવવાનું અઘરૂં થઇ પડે છે.ચોમસામાં આ ખાડાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે,છતાં પાલિકાવાળા હજી આવા કામો શરૂ કરતી નથી.- પ્રતિક પટેલ,, વાહનચાલક,એમજી રોડ
રસ્તાના લેયર ઉખડી જતાં ટ્રાફિક જામ થાય
નાનાતાઇવાડ શ્રોચચાલ રોડ ઉપર બનેલા રસ્તા ઉપરથી લેટર પણ તૂટવા માડતાં તેટલો ભાગ ખાંચા રૂપે અસ્તિત્વમાં આવી જાય છે.જેના પરથી પસાર થતાં વાહનચાલકોને વાહનો ધીમા કરીને પસાર થવું પડે છે.જો તેમ ન થાય તો વાહનો ઉછળતાં નુકસાનનો પણ ભય રહે છે.સાથો સાથે વાહનોની ગતિ ધીમી પડતાં ટ્રાફિકની લાઇન લાગી જતાં રસ્તો જામ થાય છે.
પ્રિમોન્સૂન સાથે રસ્તાની મરામત જરૂરી
વલસાડ શહેરમાં પસાર થતી વેળા મુખ્યમાર્ગ પર અનેક જગ્યાએ પડેલા ખાડા, ખાંચા પૂરવામાં આવ્યા નથી.જેના કારણે વાહનો ઉછળીને પસાર થઇ રહ્યા છે.હાલમાં તો ચાલી જશે પણ ચોમાસામાં જ્યારે આ ખાડામાં કે જ્યાં પાલિકાએ નળ કે ડ્રેનેજ જોડાણ આપવા ખાડા કર્યા હોય તેમાં કામચલાઉ માટીનું પૂરાણ કર્યું છે તે ચોમાસામાં નિકળી જશે તો ચાલકો,રા હદારીઓને હાલાકી પડશે.પ્ર િમોન્સુન કામ સાથે રસ્તાઓની મરામત પણ કરાવી લેવી જોઇએ.- વિશાલ પટેલ, વાહન ચાલક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.