તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:વરસાદ ખેંચાય તો પણ મધુબન ડેમમાં બે મહિના સુધી ચાલે એટલો પાણીનો જથ્થો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ અને વલસાડ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પરંતુ મધુબન ડેમમાં આગામી 2 માસ સુધી ચાલી શકે તેટલા પાણીનો જથ્થો છે. જેના કારણે વાપી,સેલવાસના ઉદ્યોગો, પાલિકા, વાપી ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઇનું પાણી મળી રહેશે. વાપીના 1500 એકમો આ પાણી પર નિર્ભર છે.

મધુબન ડેમાંથી દમણગંગા નદીમાં આવતાં પાણીનો વાપી ઉદ્યોગો અને પાલિકા વિસ્તારમાં રોજના 10.05 કરોડ લિટર પાણીનો વપરાશ થાય છે. વર્ષ 2017માં પાછલા 5 વર્ષમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વર્ષે વલસાડ જિલ્લામાં સરેરાશ 518 મીમી વરસાદ નોંધાયો હતો, જેમાં વાપી તાલુકામાં સૌથી વધુ 613 મીમી વરસાદ થયો હતો. જ્યારે વર્ષ 2021માં જૂન મહિનામાં સરેરાશ 338 મિમી વરસાદ નોંધાયો છે.

  • 89.86 કુલ સપાટી
  • 69.65 હાલ સપાટી
  • રૂલલેવલ 1-8-2021 સુધી 72.02 મીટર ભરી શકાશે
  • 166.59 એમસીએમ (મિલયન કુયબીક મીટર) સ્ટોરેજ છે.
  • 650 (કયુબીક મીટર પર સેકન્ડ) કેનાલમાં પાણી જાય છે
અન્ય સમાચારો પણ છે...