AAPના કાર્યકરોમાં નારાજગી:ઉમરગામમાં આમ આદમી પાર્ટીના ભગવંત માન પ્રચાર માટે આવે તે પહેલાં જ પાલિકાએ બેનર દુર કર્યા

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણી જાહેર થતા ની સાથે દિલ્હી અને પંજાબ મોડલ બતાવી ગુજરાતના મતદારોને રિઝવવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે વલસાડ જિલ્લાના ઉમરગામ, કપરાડા અને ધરમપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે મતદારો પાસે કિંમતી મતની.માંગણી કરવા આવનાર છે. તે પૂર્વે ઉમરગામ નગર પાલિકા દ્વારા ઉમરગામ વિસ્તારમાં રોડ શો પૂર્વે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલી જંડીઓ, પોસ્ટર, બેનર સહિતની આમ આદમી પાર્ટીની સામગ્રી દૂર કરવામાં આવી હતી.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા રાજ્યમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપંખીયો જંગ છેડાશે. પહેલી વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની 182 બેઠક ઉમર ઉમેદવારો ઉભા રાખી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં દિલ્હી અને પંજાબમાં કરેલા વિકાસના કામોનું મોડલ આગળ કરીને ગુજરાતના મતદારો પાસે આવી રહી છે. આજે વલસાડ જિલ્લામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉમરગામ, કપરાડા અને ધરમપુર પંથકમાં રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે મત માંગવા આવી રહ્યા છે. તે પૂર્વે ઉમરગામ નગર પાલિકા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લગાવેલ જંડી, બેનર અને હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા હતા જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...