સગીરાના અપહરણનો મામલો:ઘટનાના 48 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર, અપહત સગીરા મળી આવી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 192 એકર સરકારી પડતર જગ્યા આસપાસ આરોપી છુપાયો હોવાની આશંકા

વલસાડના પારડીમાં સગીરાના અપહરણ મામલે અપહત સગીરાનો છુટકારો થયો છે. જો કે, બંને આરોપીઓ ઘટનાના 48 કલાક બાદ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ખાતે રહેતો યુવક એક તરફી પ્રેમમાં પડીને પારડી તાલુકાની એક સગીરાને વારંવાર હેરાન કરતો હતો. સગીરાના પરિવારના સભ્યોએ યુવકને સમજાવવાનો પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે શુક્રવારે બપોરે તેના મિત્ર સાથે સગીરાના ઘરે પહોંચી સગીરાના કાકા અને સગીરાની બહેન અને માતા ઉપર જીવલેણ હુમલો કરી સગીરાનું અપહરણ કરી ટુકવાડાના નવી નગરી પાછળ આવેલી 192 એકર પડતર જમીન અને ખાનગી વાડીઓ માં ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસ અને જિલ્લા પોલીસ કાફલા સાથે ટુકવાડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વલસાડ SP, DySP, SOG, LCB સહિત જિલ્લા પોલીસ જવાનોએ 192 એકર જમીનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રી દરમ્યાન યોજાયેલા સર્ચ ઓપરેશનમાં ગભરાયેલા અપહરણ કરતા બંને યુવકો સગીરાને મૂકી બંજર જમીનમાં ભાગી છૂટ્યા હતા.

વલસાડ પોલીસે 192 એકર જમીનમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અપહરણ કર્તાઓને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અપહરણની ઘટનામાં 48 કલાકો જેટલો સમય થઈ ગયો હોવા છતાં બંને આરોપીઓ પોલીસની ધરપકડથી દૂર રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ વિભાગે આરોપીને ઝડપી પાડવા બાતમીદારો ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને આરોપીઓને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...