તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Entry On The Shooting Set Of 'Kantelal & Sons' Serial Running In Valsad's Chanwai Without Locals, Shooting Stopped With A Bang.

હોબાળો:વલસાડના ચણવઈમાં ચાલી રહેલા 'કાંટેલાલ એન્ડ સન્સ' સિરિયલના શુટિંગ સેટ પર સ્થાનિક લોકોની વગર આમંત્રણે એન્ટ્રી, હોબાળો મચાવી શુટિંગ બંધ કરાવ્યું

વલસાડ3 મહિનો પહેલા
  • મંજૂરી વગર જ 20 દિવસથી શુટિંગ ચાલતું હોવાનો આક્ષેપ
  • સ્થાનિક લોકોના હોબાળાના પગલે પોલીસ દોડી આવી

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ટીવી સિરિયલ શૂટિંગ બંધ કર્યું હોવાથી આજુબાજુના વિસ્તારમાં શૂટિંગ કરી રહ્યા છે. વલસાડના ચણવાઇ ખાતે આવેલા મંગલ મેડોસ ખાતે સબ ટીવીની કાંટેલાલ એન્ડ સન્સ સીરિયલના કલાકારો છેલ્લા 20 દિવસથી ધામો નાખીને ટીવી સિરિયલનું કામગીરી કરતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી. સ્થાનિક લોકોની કે વહીવટી તંત્રની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર શૂટિંગની ટીમમાં 200થી વધુ માણસો રાત દિવસ કામ કરી રહી છે. જેને લઈને સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના બાળકો કોમન પ્લોટમાં રમી નથી શકતા. સ્થાનિક લોકોની હેરાનગતિ વધતા છેવટે પોલીસ બોલાવી શૂટિંગની કામગીરી અટકાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિરિયલના સેટ પર પહોંચી સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો
વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં સબ ટીવી અને કલર્સ.ચેનલ ઉપર પ્રસારિત થતી ટીવી સિરિયલના શૂટિંગને લઈને બબાલ થઈ હતી. ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સિરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે આ સીરિયલના શૂટિંગ માટે 200 થી વધુ લોકો કામ કરી રહ્યા હોવાના કારણે સોસાયટીના અને આસપાસના વિસ્તારમાં રહેતા અને લોકોએ વિરોધ કર્યો હતો.. અને આજે આ સીરિયલના ચાલી રહેલા શુટિંગ સ્થળ પર પહોંચી લોકોએ હોબાળો કરી અને અટકાવ્યું હતું.

સ્થાનિક લોકોને કોરોના સંક્રમણ ફેલાવાનો ભય
મહત્વપૂર્ણ છે કે, વલસાડ તાલુકાના ચણવઇ ગામમાં મંગલમ મીડોસ નામની એક આકર્ષક સોસાયટી આવેલી છે.. જો કે મુંબઈમાં કોરોના નું પ્રમાણ વધતા ત્યા સીરિયલના શૂટિંગ બંધ થઈ ગયા છે ..આથી હવે એ સીરિયલના શૂટિંગ મુંબઈ નજીક ગુજરાતના કેટલાક જગ્યાએ ચાલી રહ્યા છે.. ત્યારે આજે વલસાડ નજીક મંગલમ મિડોસ નામની આ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી 2 સીરિયલના શૂટિંગ ચાલી રહ્યા છે.

આ શૂટિંગમાં સ્પોટ બોય અને અન્ય ક્રુ મેમ્બર અને કલાકારો મળી 100 વધુ લોકો કામ કરી રહ્યા છે. આથી શૂટિંગના સ્થળે ભીડ પણ જામતી હોય છે. આથી કોરોના નું સંક્રમણ ફેલાવાની શક્યતા જોતા સ્થાનિક લોકોએ શૂટિંગ નો વિરોધ કર્યો હતો.

પરવાનગરી વગર જ શુટિંગ શરૂ કરાયાનો આક્ષેપ
​​​​​​​
સોસાયટીમાં રહેતા અન્ય લોકોની કોઈપણ જાતની સહમતી સંમતિ કે પરવાનગી લીધા વિના જ અહીંયા સિરિયલનું શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.. આજે મોટી સંખ્યામાં લોકો શૂટિંગના સ્થળ પર એકઠા થયા હતા અને ચાલતા શૂટિંગ ને અટકાવ્યું હતું..અને સીરીયલોના શુટીંગ માટે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લોકો એ વલસાડ પોલીસનો સંપર્ક કર્યો હતો.

આથી મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.. આમ વલસાડ નજીક ચનવાઈ ગામમાં ચાલી રહેલા ટીવી સિરિયલના શૂટિંગની લઈ હોબાળો થયો હતો.. અને લોકોએ રોષે ભરાયેલા લોકોએ સિરિયલોના શુટિંગને અટકાવતા મામલો ગરમાયો હતો.. સ્થાનિક લોકો એ તંત્ર અને પોલીસ ને આ મામલે જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...