• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Enthusiasm Among Voters Regarding Valsad Gram Panchayat Elections, Water Supply Minister Jitu Chaudhary Cast His Vote In Kakad Kopar Village

ગ્રામપંચાયત ચૂંટણી:વલસાડની ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ, પાણીપુરવઠા મંત્રી જીતુ ચૌધરીએ કાકડ કોપર ગામમાં મતદાન કર્યું

વલસાડએક મહિનો પહેલા
  • ઉમરગામ અને વાપી ખાતે વૃદ્ધ મતદારોએ પણ મતદાન કરી યુવાનોને મતદાન કરવા પ્રેરિત કર્યા

વલસાડ જિલ્લાની 302 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક પર જોવા મળી રહ્યા છે. નર્મદા કલ્પસર અને પાણીપુરવઠા મંત્રી તેમજ કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ કાકડ કોપર ગામમાં મતદાન કર્યું હતું. જીતુ ચૌધરીએ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવું આહવાન કર્યું હતું. વર્ષોથી કપરાડા તાલુકામાં 85થી 90 ટકા જેટલું મતદાન થાય છે. રાજ્યમાં સૌથી સારૂ મતદાન કરતો તાલુકા કપરાડા તાલુકો રહ્યો છે.

કપરાડા તાલુકાના ગામડાઓમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં 9 ગ્રામપંચાયત સમરસ થઈ છે. કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં મોટા ભાગની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના જ કાર્યકર્તાઓ સામસામે ઉમેદવારી નોંધાવી ગ્રામપંચાયતની ચૂંટણી લડી રહ્યા છે જોકે, એનાથી પાર્ટીને ફરક નહીં પડે. ઉમેદવારો ગ્રામ પંચાયતમાં સામ સામે છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામપંચાયતની ચૂંટણીથી કોઈ અસર નહીં પડે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી નથી થતી. જેથી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને કોઈ નુકસાની થશે નહીં. ગત વિધાનસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી બાદ જિલ્લામાં કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. જેથી ભાજપના જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને એ ગ્રામ પંચાયતો પણ ભાજપના તરફેણમાં હશે.

વલસાડ જિલ્લાની 300 ગ્રામ પંચાયતમાં સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીમાં વલસાડ જિલ્લાના સૌથી વધુ ઉમર ધરાવતા વૃદ્ધો પણ મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે આવી મતદાન કરી રહ્યા છે અને લોકશાહીના પર્વને મનાવવા લોકોને પ્રેરિત કર્યા હતા.

ઉમરગામ અને વાપીની વૃદ્ધાએ મતદાન કર્યુંસામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે તે માટે વલસાડ જિલ્લા ચૂંટણી વિભાગે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. જિલ્લાના ઉમરગામ અને વાપી ખાતે વૃદ્ધ મતદારોએ પણ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી યુવાનોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...