બેંક હડતાળ:વલસાડ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ પર ઉતર્યા, શનિવારે બેંકો ખુલશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂ-શુક્ર બેંકની હડતાળ બાદ શનિવારે બેંકો ખુલશે
  • બે દિવસમાં વલસાડ જિલ્લામાં કરોડોના ક્લિયરન્સ ખોરવાઇ જશે

વલસાડ જિલ્લા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ આજથી 2 દિવસ હડતાળમાં જોડાયા હતા. જેને લઈ ગુરુવાર વલસાડ જિલ્લાની બેંકો બંધ રહી હતી. બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોર્ડ પર બે દિવસ બેંકો બંધ છે તેવા બોર્ડ લગાવ્યા હતા. બેંક હડતાળના કારણે કરોડો રૂપિયાના બેંક વ્યવહાર ખોરવાશે.​​​​​​​

વલસાડ શહેર સહિત જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો સરકાર બેંકોના ખાનગીકરણનો ખરડો લાવવા જઇ રહી છે , તેના વિરોધમાં બેંક કર્મચારીઓની આજથી 2 દિવસીય દેશવ્યાપી હડતાળનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લા સહિત ગુજરાતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની 256 થી વધુ શાખાઓના 2800થી વધુ કર્મચારીઓ જોડાયા હતા જેને લઈ વલસાડ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંક બહાર પોસ્ટર અને નોટિસ બોડ પર બે દિવસ બેંકો બંધ રહશે તેવા બોર્ડ લગાવ્યા હતા. બેંકના કર્મચારીઓ બેંકના ખાનગીકરણના મુદ્દે કામગીરીથી અલિપ્ત રહી બેંકોમાં હડતાળ પાળી હતી. બેંકની તમામ યુનિયાનો એક સાથે હડતાળ ઉપર ઉતરતા બેંકના ગ્રાહકોના બેંકના કામો અટવાયા હતા. બેંકના ગ્રાહકોને ધક્કો પડ્યો હતો.

હડતાળના કારણે બે દિવસ બેંકોનું કામકાજ ઠપ રહેવાથી વલસાડ જિલ્લામાં કરોડો રૂપિયાના ટ્રાંજેક્સન અટવાઈ ગયા હતા.બે દિવસની હડતાળ બાદ શનિવારથી બેંકો ખુલશે. ખાનગી બેંકો અને ગ્રામીણ બેંકો રાબેતા મુજબ ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...