રજૂઆત:વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જેટકો કંપનીના કર્મચારીઓએ પગાર અને અન્ય મુદ્દાઓને લઈને આવેદન પત્ર પાઠવ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાન વેતન અને વિવિધ મુદ્દે રેલી યોજી ડિસ્ટ્રીક સપ્લાય ઓફિસરને રજૂઆત કરી
  • આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો કામ બંધ કરી સામૂહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારી

વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જેટકો કંપનીના કર્મચારીઓ દ્વારા પગાર અને અન્ય મુદ્દાઓને લઈ ડીસ્ટ્રીક સપ્લાય ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય તો કામ બંધ કરી સામૂહિક રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

જેટકો કંપનીમાં છેલ્લા 15 વર્ષ સુધી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ સમાન વેતન અને અન્ય મુદ્દાઓને લઈને આજરોજ વલસાડના હાલર પાણીની ટાંકીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ડિસ્ટ્રીક સપ્લાય ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ કામ કરતા હોવ છતાં કર્મચારીઓની માંગ પુરી કરવામાં ન આવતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં માંગ ન સંતોષાય તો સામૂહિક રાજીનામાની સાથે તમામ સબ સ્ટેશનમાં કામ બંધ કરવાની ચીમકી કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...