તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:વલસાડ રેલવે લોકોશેડનો કર્મચારી કોરોના પોઝિટિવ,સુરતમાં દાખલ

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વધુ 10 પોઝિટવ
  • વલસાડમાં 4, વાપી 2, પારડી 2, ઉમરગામ 2
  • કુલ કેસ 739, કુલ રિકવર 450, મૃત્યાંક 78

જિલ્લામાં કોરોના સંક્રમણનો દૌર ચાલૂ રહ્યો છે.માત્ર સોમવારે પ્રથમવાર સિંગલ ડિજિટમાં 3 કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી કોરોનાનો ઉછાળો થતાં ડબલ ડિજિટમાં 10 કેસ નોંધાયા હતા.મંગળવારે કોઇ પણ દર્દીનું મોત આરોગ્ય વિભાગમાં નોંધાયું ન હતું.આ સાથે કોરોનાનો કુલ આંકડો 739 પર પહોંચી ગયો છે.જે પૈકી કુલ 450 દર્દી કોરોના સામે જંગ જીત્યા છે.વલસાડ રેલવે યાર્ડના પશ્ચિમ રેલવે લોકોશેડમાં ફરજ બજાવતો સુરતનો એક કર્મી કોરોના પોઝિટિવ થતાં ભારે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

કોશેડમાં સુરતથી અપડાઉન કરતો કર્મચારી સંક્રમિત થતાં સુરત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.જેના પગલે લોકોશેડમાં ભારે ચહલપહલ મચી ગઇ હતી.જો કે આ કેસ સુરતમાં નોંધાયો છે.

દાનહમાં વધુ 16 કેસ
દાનહમાં કોરોના પોઝિટિવના નવા 16 કેસ નોંધાતા આંકડો 573ને પાર પહોંચ્યો છે. જેમાંથી 164 કેસ સક્રિય છે અને 408 કેસો રીકવર થઇ ગયા છે.એકનુ મોત થયેલું છે. આ 16 કેસમાં 11 કેસ ઇનફ્લુએન્ઝા પેશન્ટ છે. 4 પોઝિટિવ કેસ હાઈ રીસ્ક કોન્ટેક્ટમાં આવેલા. 1 કેસ રેન્ડમ સ્ક્રિનિંગમાં મળેલો.

દમણમાં વધુ 23 કેસ
વાપી| દમણ જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવના વધુ 23 કેસ નોંધાયા હતા. જોકે, એ સાથે જ 21 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ બનતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. દમણમાં અત્યાર સુધીમાં કુલ 647 કેસ પૈકી 450 દર્દીઓ રીકવર થતા હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 197 રહી છે.

મંગળવારે ક્યાં કેસ નોંધાયા

તાલુકોગામ/સ્થળઉમરપુ/સ્ત્રી
વલસાડત્રિપાઠી સો.નનકવાડા68સ્ત્રી
વલસાડપાલિ હિલ,તિથલરોડ67પુરૂષ
વલસાડપૂર્વપશ્ચિમ એપા.એમજીરોડ30પુરૂષ
વલસાડપિતૃછાયા,રેલવે યાર્ડ,અબ્રામા29પુરૂષ
પારડીઉદવાડા,પોણિયા ફળિયા50પુરૂષ
પારડીપારડી ફ.ડુમલાવ70પુરૂષ
વાપીરાજમોતી એપાર્ટમેન્ટ78પુરૂષ
વાપીશ્રીશંકર એપા.ચલા56પુરૂષ
ઉમરગામકમલા પાર્ક,સંજાણ55સ્ત્રી
ઉમરગામકમલા પાર્ક,સંજાણ56પુરૂષ

તાલુકાવાર કોરોના ગ્રાફ

તાલુકોકેસએક્ટિવડિસ્ચાર્જમૃત્યુ
વલસાડ2209411016
પારડી94324814
વાપી2925220238
ઉમરગામ5117286
ધરમપુર16060901
કપરાડા258170
જિ.ના કુલ69820941475
જિ.બહારના412363
કુલ73921145078
અન્ય સમાચારો પણ છે...