વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના રખોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેર કાયદેસર ચાલી બાંધી રૂમ ભાડે આપીને આજુબાજુમાં સફાઈ ન રાખતા ચાલી સંચાલક સામે ગ્રામ પંચાયત દ્વારા કડક કાર્યવાહી હતબ ધરવામાં આવી છે. પંચાયત દ્વારા વારંવાર નોટિસ પાઠવીને ચાલીની આજુબાજુમાં સફાઈ રાખવા જણાવવા છત્તા ચાલી સંચાલક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પંચાયત દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી વીજ ચાલીના તમામ વીજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે વીજ કંપનીને જાણ કરીને પંચાયત દ્વારા જ્યાં સુધી NOC આપવામાં આપવામાં ન આવે ત્યાં સુધી વીજ જોડાણ ન આપવા પંચાયત દ્વારા વીજ કંપનીને જાણ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલી વિસ્તારમાં આવેલા રખોલીના પટેલપાડા વિસ્તારમાં આવેલી ફુલરામ ભીમરામજી ચૌધરીએ પંચાયતને જાણ કર્યા વગર ચાલીનું બાંધકામ કરી દીધું છે. ગ્રામપંચાયત કચેરીમાં નોંધણી કરાવ્યા વગર ચાલીના રૂમ ભાડે આપી રહ્યો છે. ચાલીના ખાર કુવાનું ગંદુ પાણી બહાર રોડ ઉપર આવી રહ્યું હોવાથી પંચાયત દ્વારા વારંવાર નોટિસ પાઠવી દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી. પંચાયતને હજુ ₹12,275નો દંડ જમા કરવાનો બાકી છે. પંચાયતના અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા વારંવાર ચાલી માલિકને આજુબાજુના વિસ્તારમાં ગંદકી ન કરવા જણાવવા છત્તા સફાઈ કરાવતા ન હોથી ચાલીનું વીજ બિલ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીને જ્યાં સુધી પંચાયત દ્વારા જ્યાં સુધી પંચાયત દ્વારા જાણ કરવામાં ન આવે ત્યાં સુધી વીજ જોડાણ ન આપવા પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પંચાયત વિસ્તારમાં ગેર કાયદેસર નોંધણી કરાવ્યા વિના બેફામ ચાલી બનાવી દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.