• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Election Of 300 Panchayats Of Valsad District Tomorrow, Battle Will Be Fought Between 815 Candidates For Sarpanch And 5200 Candidates For Members.

ચૂંટણીનું ફાઈનલ કાઉન્ટડાઉન:વલસાડ જિલ્લાની 300 પંચાયતોની આવતીકાલે ચૂંટણી, સરપંચ માટે 815 અને સભ્યો માટે 5200 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લાની 300 ગ્રામ પંચાયતોના સરપંચ અને 2150 વોર્ડ સભ્યોની ચૂંટણી
  • જિલ્લાની 28 પંચાયતોમાં સભ્યની 29 બેઠકો ઉપર એકપણ શખ્સે ઉમેદવારી ન નોંધાવી
  • ચૂંટણીનો સ્ટાફ સાહિત્ય અને સામગ્રી લઈને મતદાન મથકે જવા રવાના થયો
  • વલસાડ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 3800 લોકો વિરૂદ્ધ અટકાયતી પગલાં ભર્યા

રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 327 સરપંચની બેઠકો અને સભ્યની 2999 બેઠક ઉપર ચૂંટણીની જાહેરાત થઈ હતી. જે પૈકી 24 ગ્રામ પંચાયતમાં આવેલી તમામ સભ્યોની બેઠકો બિન હરીફ જાહેર થતા 24 ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરાઈ હતી. જ્યારે 29 ગ્રામ પંચાયતના સભ્યોની બેઠકો ઉપર એકપણ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જેની સાથે વલસાડ જિલ્લાની 300 ગ્રામપંચાયતના સરપંચ પદે કુલ 815 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જ્યારે 2150 વોર્ડ સભ્યોની બેઠક માટે કુલ 5200 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

ચૂંટણીને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

19મી ડિસેમ્બરના રોજ 955 મતદાન મથક ઉપર 4 લાખ 01 હજાર 643 પુરુષ મતદારો અને 3 લાખ 85 હજાર 655 સ્ત્રી મતદારો તેમના ગામના અને વોર્ડ સભ્યોના ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઘડશે. પંચાયતોની ચૂંટણીને પગલે વલસાડ જિલ્લામાં 1409 હોમગાર્ડ અને પોલીસ જવાનો અને બે SRPની પ્લાટુન પોલીસ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યાં છે.

ચૂંટણી સ્ટાફ સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના

વલસાડ જિલ્લાના 300 ગ્રામપંચાયતમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વલસાડ જિલ્લામાં 955 મતદાન મથકો ઉપર 300 સરપંચ અને 2150 વોર્ડ સભ્ય માટે ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં જંપલાવ્યું છે. નોંધનીય છે કે આજે શનિવારે વલસાડ જિલ્લાના 6 તાલુકાઓમાં ડિસપેચ સેન્ટર ઉપરથી ચૂંટણીનો સ્ટાફ મતદાન મથક માટે સાહિત્ય અને સામગ્રી લઈને મતદાન મથકે જવા રવાના થયો હતો.

3800 ઇસમો સામે અટકાયતી પગલાં લેવાયા

ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં આવેલી 24 આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર અને જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ દરમ્યાન 38 હજાર વાહનો ચેક કર્યા હતા. જેમાં 222 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં 3800 ઇસમો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. જિલ્લામાં 576 હથિયારના પરવાના ધરાવતા લોકોના હથિયાર નજીકના પોલીસ મથકોમાં જમા કરવામાં આવ્યા છે. જિલ્લામાં 2,842 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાંથી રૂ. 68 લાખની કિંમતનો 41 હજાર 740 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાની તમામ 24 આંતર રાજ્ય બોર્ડર ઉપર પોલીસે વાહનો અને યાત્રીઓનું ચેકીંગ આદર્યુ છે.

મતદારોને 100% મતદાન કરવા અપીલ

વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેમ વલસાડ જિલ્લા પોલીસ વિભાગ વતી DySP HQ મનોજ શર્માએ મતદારોને અપીલ કરી છે. મતદારોને કોઈપણ ઉમેદવારોના દબાણમાં દબાણ કે ધમકીમાં આવ્યા વગર નિર્ભય બની તમારી પસંદગીના જ ઉમેદવારોને મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે. સાથે સાથે મતદારોને 100% મતદાન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...