ગ્રામ પંચાયતની ચૂંટણી:વલસાડમાં દર વર્ષે ટેક્સમાંથી 1.15 કરોડની આવક મેળવતા ભાગડાવાડા ગામમાં ત્રણ પેનલ વચ્ચે ચૂંટણી જંગ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં 15,000ની વસ્તી છે તેમજ 10,200 મતદારો
  • ગામમાં કોમર્સ, સાયન્સ અને આર્ટસ કોલેજ તેમજ ઈજનેરી, પોલીટેક્નિક સહિતની કોલેજો છે
  • ગામના 60 ટકા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે

રાજ્યમાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વલસાડ જિલ્લાના 226 ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ યોજાશે. વલસાડ તાલુકાના ભાગડાવાડા ગામમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાગડાવાડા ગામ 3 કિલો મીટરની ત્રિજ્યામાં વસ્તુ ગામ છે. જેમાં 15,000ની વસ્તી છે. તેમજ 10,200 મતદારો છે.

સરપંચ પદના ઉમેદવારોએ મજબૂત દાવેદારી નોંધાવી
ગામમાં ચાલુ વર્ષે ચૂંટણીમાં 3 પેનલ ઉભી રહી છે. જેમાં હાલના ડેપ્યુટી સરપંચ ગૌરવ આહીર સરપંચ તરીકે પેનલ સાથે ઉભા રહ્યા છે. જ્યારે તેની સામે હાલના સરપંચના પતિ નરેશભાઈ પટેલ ઉભા રહ્યા છે. જ્યારે છેલ્લી એક ટર્મ પહેલા 10 વર્ષ સુધી સરપંચ તરીકે રહી ચૂકેલા ધર્મેશ પટેલે પણ પેનલ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્રણેય પેનલના સરપંચ પદના ઉમેદવારો મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે.

ફળિયાઓમાં પેવર બ્લોક નાખવામાં આવ્યાં ​​​​​​​
​​ભાગડાવાડા ગ્રામ પંચાયત ઊંચી જંત્રી ધરાવતું ગામ હોવાથી ગ્રામ પંચાયત દર વર્ષે ટેક્સમાંથી 1.15 કરોડની આવક મેળવે છે. ગામના દરેક મુખ્ય માર્ગો ડામર રોડ છે. ફળિયાઓમાં પેવર બ્લોક નાખવામાં આવ્યાં છે. ગામના 60 ટકા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે.

ગામમાં 90 ટકા શિક્ષિત વર્ગ
ભાગડાવાડા વિસ્તારમાં સરદાર હાઇટ્સ અને રામજી મંદિર ગામની આગવી ઓળખ છે. ગામમાં કોમર્સ કોલેજ, સાયન્સ કોલેજ, આર્ટસ કોલેજ, ઈજનેરી, પોલીટેક્નિક સહિતની કોલેજો આવેલી છે. ગામમાં 16 વોર્ડ છે. ગામમાં 50 ટકા વિસ્તારોમાં નલ સે જલ યોજના હેઠળ પાણી આપવામાં આવે છે. તેમજ ગામમાં 90 ટકા શિક્ષિત વર્ગ ધરાવે છે.

વરસાદી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી
​​​​​​​ગામમાં વરસાદી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઈને દરવર્ષે ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગામમાં એક તરફ વલસાડ શહેર આવ્યું છે તો બીજી તરફ કોસંબા ગામ, તિથલ અને નનકવાડા ગામ આવ્યું છે. ગામમાં ફરવાલાયક રિવર ફન્ટ વાંકી નદી કિનારે થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...