કોરોના અપડેટ:વલસાડ કોસંબામાં વૃધ્ધ પોઝિટિવ, 4 દર્દી સાજા, છીપવાડમાં યુવતી-જૂજવામાં વૃધ્ધે કોરોના મુક્ત

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વલસાડમાં કોરોના સંક્રમણ જારી રહ્યું છે. તાલુકાના કોસંબામાં મંગળવારે 71 વર્ષીય વૃધ્ધ કોરોના પોઝિટવ થતાં કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા.આ સાથે વલસાડના જ 4 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપતાં સાજા થઇ જતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. વલસાડ નજીક કાંઠા વિસ્તારના કોસંબા ગામે ત્રણ રસ્તા પારડી ફળિયા વિસ્તારમાં એક 71 વર્ષના વડીલ કોરોનાથી સંક્રમિત થઇ ગયા હતા.મંગળવારે જિલ્લામાં આ માત્ર એક જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો.બીજી તરફ સાજા થયેલા દર્દીની સંખ્યા 4 જેટલી રહી હતી.

જેમાં વલસાડ તાલુકાના જૂજવા ગામેર રહેતા 66 વર્ષીય વૃધ્ધ,અબ્રામામાં રહેતા 59 વર્ષીય દર્દી,વલસાડપારડીના 53 વર્ષીય આધેડ દર્દી અને છીપવાડમાં રહેતી 24 વર્ષીય યુવતીએ કોરોનાને માત આપી હતી.જેને લઇ તે તમામ સાજા થઇ જતાં રજા આપવામાં આવી હતી.4 દર્દી સાજા થતા એક્ટિવ દર્દીમાં ઘટાડો થઇને સારવાર લેતા દર્દીની સંખ્યા 27 થઇ ગઇ હતી.હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને વેક્સિનેશનની કામગીરીને વધુ તેજ બનાવી છે.હવે સંક્રમણનો ભોગ બનનારને વધુ વેધક અસર ન થાય તે માટે વેક્સિન જરૂરી છે ત્યારે સૌ નાગરિકો વેક્સિન માટે ખુબ જાગૃત થાય તેવો અનુરોધ કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...