વલસાડ જિલ્લામાં છેલ્લા 1 માસથી વધુ દિવસથી કોરોના લગભગ નાબૂદ થઇ ગયો હતો,પરંતુ પારડીના વૃધ્ધ દંપતિ યુકે જવાના હોવાથી સિવિલ હોસ્પિટલમાં RTPCR કરાવવા જતાં પોઝિટિવ નિકળ્યા હતા. કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતાં કોરોના સંક્રમણ જીવંત હોવાનું સપાટી પર આવ્યું છે વલસાડ જિલ્લામાં કોરોના કેસોથી લાંબા સમયથી છુટકારો મળ્યો હતો.કોરોના સંક્રમણ મટી ગયું હોવાની અનુભૂતિ વચ્ચે લોકોમાં પણ કોરાનાને લઇ કોઇ ગંભીરતા જોવા મળી રહી નથી.દરમિયાન અચાનક કોરોનાનો સળવળાટ જોવા મળ્યો હતો.
જેમાં પારડી શહેરના હરિવાડમાં રહેતા 70 વર્ષીય પુરૂષ અને 67 વર્ષીય વૃધ્ધા યુનાઇટેક કિંગ્ડમ જવાના હોવાથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ગયા હતા.જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બંન્નેને હોમ કોરન્ટાઇન કરાવવામાં આવ્યા હતા.આમ જિલ્લામાં હજી લોકોએ કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરવો જરૂરી હોવાનું સપાટી પર આવ્યું છે. વલસાડ જિલ્લામાં લાંબા સમય પછી કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જોકે આ બન્ને કેસ ઉપર આરોગ્ય વિભાગ ઝીણવટપૂર્વક નજર નાંખી રહી છે. આરોગ્ય વિભાગે લોકોને સાવધ રહેવા સૂચના આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.