રાજ્ય સરકારે અનધિકૃત બાંધકામોને રેગ્યુલરાઇઝ્ડ કરવા માટે તાજેતરમાં ઇમ્પેકટ ફીના કાયદાનો લાભ આપવા હવે ગાંધીનગર ઓનલાઇન અરજીઓ સબમીટ કરવાની સુવિધા આપી છે. પરંતું અરજદારોને ઓનલાઇન અરજીઓ કરવા ભારે ફાંફા મારવાની નોબત આપી છે.
ઇમ્પેક્ટ ફી હેઠળ વધારાના બાંધકામ કે પાર્કિંગ,માર્જિન જેવા નિયમોનું પાલન કર્યા વિના મૂળ નકશાથી વિપરીત અનધિકૃત બાંધકામો રેગ્યુલરાઇઝ્ડ કરવા માટે રાજ્ય સરકારે ઇમ્પેક ફીના કાયદાનો લાભ આપવાની બે માસથી જાહેરાત કરી હતી.આ કાયદામાં આ વખતે ઓનલાઇન અરજી કરવાની પધ્ધતિ અપનાવતાં મોટી મુશ્કેલી ઉભી થઇ છે.
અરજદારોને કોમ્પ્યુટરો પર ઓનલાઇન અરજીઓ સબમીટ કરવા પ્રયત્નો કરવા છતાં કોઇ પ્રતિસાદ જ મળતો નથી અને અરજીઓ ઓનલાઇન કરવામાં નિષ્ફળતા મળી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.જેના કારણે અરજદારો પાલિકામાં આંટાફેરા મારી તેમની અરજીઓ ઓનલાઇન કરી આપવા કાકલૂદી કરી રહ્યા છે.પરંતું અરજદારોએ પોતે જ ઓનલાઇન અરજી સબમીટ કરવા જણાવી હાથ ઉંચા કરી મૂકતા અરજદારો અટવાયા છે.
અટપટી પ્રક્રિયાથી 4 અરજી થઇ
વલસાડ શહેરમાં અનિધિકૃત બાંધકામો નિયમિત કરવા માટે સરકારે ઓનલાઇન સિસ્ટમ લાગૂ કરી છે,જે અરજદારો માટે માથાનો દુ:ખાવો બની રહી છે. પાલિકામાં પૂછપરછ કરતાં કોઇ નક્કર જવાબો મળતાં ન હોવાની ફરિયાદ ઉઠી છે.ઓનલાઇન અરજી કરવાની સિસ્ટમની ખુબ અટપટી પ્રક્રિયા અને તે કરવા છતાં અરજી ઓનલાઇન સબમિટ જ થતી નથી,તેના કારણે શહેરમાંથી માત્ર 4 અરજી જ થઇ શકી છે.
ઓફલાઇન અરજી સ્વીકારે તો રાહત
સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી હેઠળ અરજદારોને મોટીરાહત આપતો કાયદાનુ અમલીકરણ કરાયું છે.આના કારણે અરજદારોના જૂના પ્રશ્નોનો ઉકેલ આવશે.પરંતું ઓનલાઇનમાં અરજી સબમીશન ન થતાં મુશ્કેલી ઉભી થઇ રહી છે અ્ને પાલિકામાંથી કોઇ જવાબ મળતો નથી.ઓફલાઇન અરજી સ્વીકારવાની માગ થઇ રહી છે.આંટીઘૂટીના કારણે ઓનલાઇન અરજીઓ થતી નથી તેવું અરજદારો દ્વારા જાણવા મળ્યુ છે . >ઝાકીર પઠાણ, કાઉન્સિલર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.