તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાનું ઉદ્ઘાટન:કોઈ પણ વિસ્તારને સલામત, ગુનાખોરીમુક્ત રાખવામાં પણ શિક્ષણની મોટી ભૂમિકા: તોમર

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડના અટારમાં પોલીસ મહાનિર્દેશકના હસ્તે નવી શાળાનું ઉદ્ઘાટન કરાયું

વલસાડના અટાર ગામે નવસર્જન કેળવણી મંડળના 60 વર્ષ જૂના સુમિત્રાબેન મોહનલાલ રૂઘનાથજી દેસાઈ વિદ્યાભવનના નવા મકાનનું ઉદઘાટન ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરના હસ્તે થયું હતું. આદિવાસી અને ગ્રામીણ વિસ્તારની આ શાળામાં 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેમાંય 60 ટકાથી વધુ કન્યાઓ શિક્ષણ લઇ રહી છે.

આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે અડધી સદી પહેલાં જે પરિવારને આદિવાસી વિસ્તારમાં અને તે પણ કન્યા શિક્ષણ માટે વિચાર આવ્યા અને તેને અમલી બનાવ્યાં તે સૌ ધન્યવાદને પાત્ર છે. આજે પણ દુનિયામાં પ્રાથમિક વિકાસની પહેલી જરૂરિયાત શિક્ષણ અને કન્યા શિક્ષણને મનાય છે.

કોઈ પણ વિસ્તારને સલામત અને ગુનાખોરી મુક્ત રાખવામાં પણ શિક્ષણની મોટી ભૂમિકા હોય છે.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા એલ એન્ડ ટી. હજીરાના વાઈસ પ્રેસીડન્ટ અને સીએઓ અતીકભાઈ દેસાઈએ ગ્રામ્ય વિસ્તારની આ શાળાએ તેના અસ્તિત્વના 60 વર્ષ પુરા કર્યાં તે બદલ અભિનંદન આપીને તેમની સંસ્થા દ્વારા સ્કૂલને સોલાર સિસ્ટમ અને અદ્યતન કમ્પ્યુટર લેબની સહાય આપવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગે વલસાડ એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી મયંકકુમાર ચાવડાએ હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પરિવાર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા સુરત અને વલસાડના સેવાનિવૃત્ત કલેક્ટર દિલીપભાઈ રાવલે તેમની પ્રવૃત્તિઓ અને નીતિને બિરદાવી હતી.આ મંડળના પ્રમુખ ભીખુભાઈ મોહનલાલ દેસાઈએ તેમના પરિવાર વતી આ શાળાની સ્થાપનાથી તેના લાંબા ગાળાની વિકાસ પ્રવૃત્તિઓનો રસપ્રદ હેવાલ આપીને સૌનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના મુખ્ય દાતા આઝાદભાઇએ શાળાના પરિવાર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારની પ્રેરિત વાતો રજૂ કરી હતી.શાળાના આચાર્ય ટંડેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ શૈક્ષણિક સંસ્થા માટે દાતાઓએ દાનની સરવાણી વહેતી કરી હતી
મોભી એવા મોહનલાલ દેસાઈ (ભગોદ)ના ત્રણ દીકરાઓ ભીખુભાઈ દેસાઈ, નીતિન દેસાઈ ‘આઝાદ’, ચેતનભાઈ દેસાઈએ શાળાના આ નવા ભવન માટે તન-મન-ધનથી સેવા કરી છે. મુખ્ય દાતા રૂપે આઝાદભાઈ દેસાઈએ 25 લાખ, ભીખુભાઈ દેસાઈ અને તેમના પત્ની ડૉ. રશ્મિબેન દેસાઈ દ્વારા 11-11 લાખનું દાન કર્યું છે.

તે ઉપરાંત જ્યોતિબેન અર્જુનભાઈ દેસાઈ, દેસાઈ કન્સ્ટ્રક્શન, વલસાડ દ્વારા 15 લાખ, વલસાડના બચુબેન શાંતિલાલ દેસાઈના સ્મરણાર્થે જયદીપ દેસાઈના પરિવારે 11 લાખ, પરિયાના નીલાબેન કિશોરભાઈ દેસાઈના સ્મરણાર્થે કિશોરભાઈ દેસાઈ, પારસ પમ્પ, વાપીએ આ ભવન માટે 11 લાખ, શાળાના આંગણે ભવ્ય સ્ટેજ માટે નિર્મલાબેન બળવંતરાય દેસાઈના સુપુત્રી ગોધરાના જ્યોતિબેન અને સુપુત્ર વેસ્માના અનંતભાઈ દેસાઈના સ્મરણાર્થે અમેરિકા નિવાસી ડૉ. કૃતિબેન મુનીરભાઈ શાહ દ્વારા 11 લાખ, શાંતાબેન ગુણવંતરાય નાયકના સ્મરણાર્થે તુષારભાઈ તથા શાળાના મંત્રી ડૉ. દીપકભાઈ ગુણવંતરાય દેસાઈએ પાંચ લાખનું દાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...