તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરના પરિવારને અકસ્માત નડ્યો:વલસાડ હાઇવે ઉપર પાર નદીના બ્રિજ ઉપરથી ઇકો કાર નીચે ખાબકી, 4 ઇજાગ્રસ્ત

વલસાડ16 દિવસ પહેલા
  • કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર બ્રિજ ઉપરથી ખાબકી
  • ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં

વલસાડના હાઈવે ઉપર પાર નદીના બ્રિજ ઉપરથી એક ઇકો કાર ખાબકી હતી. જામનગરથી ઉમરગામમાં જન્માષ્ટમી મનાવવા આવેલો પરિવાર ઈકો કારમાં પરત ફરી રહ્યો હતો, જે દરમિયાન ઇકો કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પાર નદીના બ્રિજ ઉપરથી નદીના તટમાં ખાબકી હતી.

4 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ
આ ઘટનાની જાણ ચંદ્રપુરના મંગેલા લાઈફ સેવા ટ્રસ્ટના સભ્યોને થતા તેઓએ કારમાંથી 4 વ્યક્તિઓને સુરક્ષિત રીતે કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. કારમાં સવાર જામનગરના 4 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

પરિવાર જન્માષ્ટમી પર્વ મનાવવા આવ્યો હતો
જામનગરથી એક ઇકો કારમાં પરિવારના સભ્યો જન્માષ્ટમી પર્વ મનાવવા ઉમરગામ ખાતે આવ્યાં હતા. જોકે, ઉમરગામમાં પડેલા ભારે વરસાદને લઈને જામનગર નો પરિવાર નીકળી શક્યો ન હતો. ગુરૂવારે સવારે વરસાદ થંભી જતા જામનગરનો પરિવાર તેમની ઇકો કાર લઈને રવાના થયો હતો. ત્યારે પારડી નજીક આવેલા પાર નદીના બ્રિજ ઉપર કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા કાર પાર નદીના બ્રિજ ઉપરથી નદીમાં ખાબકી હતી. આ બનાવની જાણ ચંદ્રપુરના લાઈફ સેવા ટ્રસ્ટના સભ્યોને થતા તેઓએ તાત્કાલિક પાર નદીના તટમાં પહોંચી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...