દાદરા નગર હવેલી અને દમણ દીવ સ્વાસ્થ્ય વિભાગ અને ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસની કેટલીક કપડાની દુકાનોમાં ફેશનેબલ કપડાની સાથે તંબાકુ પદાર્થ પ્રતિબંધિત ઈ સિગરેટ જેવી વસ્તુઓ પણ વેચતાં હતાં એવી જાણકારી મળી હતી.
સ્વાસ્થ્ય વિભાગે બે ટીમ બનાવી ત્રણ દુકાનો પર એક સાથે એક જ સમયે રેડ પાડી જેમાં એ.જે.ફેશન,આમલી.યંગ બ્લડ,આમલી અને હીરોઝ-2 મુકતા હોસ્પિટલ પાસે ઝંડાચોક.આ દુકાનોમાં ચકાસણી કરતાં ઘણી બધી પ્રતિબંધિત ચીજો જેમાં ઈ-સિગરેટ,અલગ અલગ સ્વાદનાં તંબાકુ,વેપ સ્મોક મશીન મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત 47210 રૂપિયા જે અધિકારીઓએ જપ્ત કર્યા હતા.અને ખાદ્ય સુરક્ષા કાયદાની ધારાઓ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.