ફ્લાઈંગ સ્કવોડની કાર્યવાહી:વલસાડના ઉમરગામ તાલુકામાં વાહનચેકિંગ દરમિયાન એક કારમાંથી પોણા પાંચ લાખ રૂપિયા મળી આવ્યા

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા રાજ્યમાં ફ્લાઈંગ સ્તવોડની ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશની બોર્ડર ઉપર આવેલ વલસાડ જિલ્લામાં રાજ્ય બહારથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે વાહન ચેકીંગ દરમ્યાન ઉમરગામ તાલુકાના નંદીગ્રામ પાસે હાઇવે ઉપર આવેલી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે એક કારમાંથી 4.87 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડયા હતા. કાર ચાલક રોકડા રૂપિયાનો યોગ્ય જવાબ આપી ન શકતા ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે રોકડા રૂપિયા અને કાર ડિટેન કરીને આગળની તજવીજ હાથ ધરી છે.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને રાજ્યમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમની નિયુક્તિ કરવા આવી છે. મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની બોર્ડરને અડીને આવેલા વલસાડ જિલ્લાને સંવેદનશીલ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આંતરરાજ્યને જોડતા તમામ રસ્તાઓ ઉપર ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. રાજ્ય બહારથી આવતા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આજે ઉમરગામ તાલુકાના નંદીગ્રામ ખાતે આવેલી ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્ર તરફથી વલસાડ જિલ્લામાં આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક કારમાંથી 4.87 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કારના ચાલકને ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે રોકડા રૂપિયા અંગે પૂછતાં યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. જેથી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે રોકડા રૂપિયા અને કાર કબ્જે લઈને કાર ચાલકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં 10 દિવસ પહેલા ભિલાડ ખાતે ઉમરગામ ખાતે રહેતા એક મોલ સંચાલકની કારમાંથી રોકડા 16 લાખથી વધુ રોકડા ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ઝડપી પાડયા હતા. વિધાનસભાની ચૂંટણીને લઈને ફ્લાઈગ સ્ક્વોડની ટીમે ચેકીંગ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...