રિક્ષામાં દારૂની હેરાફેરી:વલસાડના ઊંટડી ત્રણ રસ્તા પાસે ડુંગરી પોલીસે બે રિક્ષા રોકી ચેક કરતા ટોપ વુડમાંથી અધધ 876 દારૂની બોટલ મળી આવી

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે રિક્ષાચાલકોની ધરપકડ, 4 વોન્ટેડ

રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે દરમિયાન ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી દારૂનો જથ્થો લઈને બીલીમોરા જતી 2 રિક્ષાનેઊંટડી ત્રણ રસ્તા પાસે અટકાવી ચેક કરતા 867 બોટલ દારૂના જથ્થા સાથે 2 રીક્ષા ચાલકોને ઝડપી પાડયા છે. દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર કુલ 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે

પોલીસને ખબર ન પડે તેમ બોટલો છુપાવી હતી
વલસાડના ઊંટડી ત્રણ રસ્તા પાસે ડુંગરી પોલીસે બે રિક્ષા રોકી ચેક કરતા ટોપ વુડમાંથી અધધ 876 દારૂની બોટલ મળી આવી હતી.રાજ્યમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાઓ બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે બુટલેગરો પણ પોલીસની નજર ચૂકવી દમણથી દારૂનો જથ્થો લઈ રાજ્યમાં ઠાલવવા પ્રયાસો કરી રહી છે. આવો જ એક કિસ્સો આજરોજ ડુંગળી પોલીસ સમક્ષ આવ્યો છે. ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી રીક્ષા નંબર GJ-15-TT-5042 અને GJ-15-TT-2289માં દમણથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને કોસ્ટલ હાઇવે થઈ બીલીમોરા તરફ જઈ રહ્યા હોવાની બાતમી ડુંગળી પોલીસની ટીમને મળી હતી. ડુંગરી પોલીસ ઊંટડી ત્રણ રસ્તા પાસે બાતમીવાળી રિક્ષાની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી રીક્ષા આવતા રિક્ષાને અટકાવી ચેક કરતા રિક્ષાના રૂફ ઉપર બનાવેલા ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બે રિક્ષાચાલકોની ધરપકડ કરવામાં આવી
ડુંગરી પોલીસે દારૂનો જથ્થો અને 2 રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો મંગાવનાર અને દારૂનો જથ્થો ભરાવી આપનાર કુલ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસમાં આગળની તપાસ કરી છે. પોલીસે 2 રીક્ષા અને દારૂનો જથ્થો મળી કુલ 1.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...