દારૂના દુષણ સામે પોલીસની લાલ આંખ:ડુંગરી પોલીસે દાંડી ગામમાં વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 300 બોટલ દારૂ ઝડપ્યો, કાર ચાલક ફરાર

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડુંગરી પોલીસે કાર અને દારૂનો જથ્થો કબ્જે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કર્યો

વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ દાંડી ગામમાં રામજી મંદિર પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. ડુંગરી પોલીસનું વાહન ચેકીંગ જોઈને એક કારનો ચાલક કાર મૂકી ભાગ્યો હતો. ડુંગરી પોલીસે કારમાં ચેક કરતા કારમાંથી 300 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડુંગરી પોલીસ મથકે કાર અને દારૂનો જથ્થો કબ્જે લઈ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ તાલુકાના ડુંગરી પોલીસની ટીમે પોલીસ મથક વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસ મથક વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ અલગ અલગ વિસ્તારોમાં હાથ ધર્યું હતું. તે દરમિયાન ડુંગરી પોલીસ હદ વિસ્તારમાં દાંડી ગામમાં આવેલા રામજી મંદિર પાસે મુખ્ય રોડ ઉપર પોલીસ જવાનોએ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન દરિયાકિનારા તરફથી આવતી કાર નંબર gj 15 K 432ના ચાલકે પોલીસનું વાહન ચેકિંગ જોઈને વાહન ચેકીંગ કરતા પોલીસ જવાનોથી થોડે દૂર પોતાની કાર મૂકી ભાગી છૂટ્યો હતો.

પોલીસ જવાનોને કાર ચાલક ઉપર શંકા ગઈ હતી. જેથી પોલીસ જવાનો કાર પાસે દોડી આવી કાર ચાલકનો પીછો કરવા છતાં કાર ચાલક હાથ લાગ્યો ન હતો. ડુંગરી પોલીસની ટીમે કારમાં ચેક કરતાં કારમાંથી 300 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ડુંગરી પોલીસ ટીમે 300 બોટલ દારૂનો જથ્થો અને કાર કબજે લઇ કાર ચાલક વોન્ટેડ જાહેર કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...