તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ સાથે મારામારી:ગૌ તસ્કરી મામલે વલસાડ પોલીસ મહારાષ્ટ્ર ગઇ, પોલીસને જોઇ ભાગવા જતા ચોથા માળેથી પટકાતા આરોપીનું મોત, સ્થાનિકોએ ભિવંડી પોલીસને માર માર્યો

વલસાડએક મહિનો પહેલા
  • ભિવંડી LCBની ટીમ જમીલ કુરેશીને પૂછપરછ માટે બોલાવવા ગઈ હતી
  • આરોપીનું મોત થતાં લોકોએ ભિવંડી પોલીસને ઘેરી લીધી હતી

ડુંગરામાં ગૌ તસ્કરી કેસની તપાસ દરમિયાન પોલીસે એક ઇનોવા મળી આવી હતી. જેની તપાસ કરતા વલસાડ પોલીસને ભિવંડીના જમીલ કુરેશી નામના શખ્સની જાણ થતાં પોલીસ તેને પકડવા માટે ભિવંડી પહોંચી હતી. જે દરમિયાન જમીલ પોલીસથી બચવા ભાગવા જતાં ચોથા માળેથી નીચે પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. જેના પગલે જમીલના પરિવારજનો અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ભિવંડી પોલીસ સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

પોલીસને જમીલના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા
આ બનાવ અંગે વલસાડ LCB PI ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ગૌ તસ્કરીના કેસમાં મળી આવેલી ઇનોવાની ડુંગરા પોલીસ, LCB અને SOGની ટીમે તપાસ ધરતા ધરતા કારની નંબર પ્લેટ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા ભિવંડી ખાતે રહેતો જમીલ કુરેશીના નામનો કારનો એગ્રીમેન્ટ મળી આવ્યો હતો. સાથે તસ્કરી દરમિયાન કારનું ટાયર ફાટી જતા આરોપીઓ કાર મૂકી ભાગવા જતા ઉતરતા જમીલ કુરેશી અને તેના સાગરીતો સાથે CCTV કેમેરામાં કેદ થયો હતો. જે ફૂટેજ પોલીસના હાથ લાગ્યા હતા.

પોલીસ પૂછપરછ માટે ભિવંડી ગઇ હતી
LCB PI ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, જમીલ કુરેશી વલસાડ જિલ્લામાં અનેક ગૌ તસ્કરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું પણ બહાર આવ્યું હતું તે તમામ કેસોમાં વોન્ટેડ હતો. વલસાડ પોલીસે ભિવંડી LCBની ટીમની મદદ લઈને આરોપી જમીલ કુરેશીને પૂછપરછ કરવા વલસાડ LCB અને SOGની ટીમ ભિવંડી પહોંચી હતી. ભિવંડી LCBની ટીમ જમીલ કુરેશીને પૂછપરછ માટે લેવા ગઈ હતી. જે દરમિયાન જમીલ કુરેશી પોલીસથી બચવા માટે એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી બાજુના ફ્લેટની બાલ્કનીમાં કૂદીને સામેના ફ્લેટની બાલ્કની ઉપર જાવા જતા 4થા માળેથી પટકાતા જમીલનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ ભિવંડી LCBની ટીમને ઘેરી લીધા હતા.

પોલીસને ઘેરીને હુમલો કર્યો
જમીલનું મોત નીપજતાં સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા અને પોલીસને ઘેરી લીધી હતી. ભિવંડી પોલીસને ઘેરીને રહિશોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ અધિકારીઓ સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છેકે, સ્થાનિકોએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી અને પોલીસ સાથે મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...