હવામાન વિભાગની આગાહીને લઈને કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને પગલે વલસાડ જિલ્લામાં 37 હજાર હેક્ટર જમીનમાં આંબાનાં પાક ઉપર નભતા ખેડૂતોની હાલત કફોલિ બની છે. વલસાડ જિલ્લાના ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના અધિકારીઓ પાસે સર્વે કરાવી કેરીના પાકમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવા અને ખેડૂતોના કપરા સમયમાં મદદરૂપ થવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય કૃષિ મંત્રીને વલસાડ, કપરાડા અને ધરમપુરના ધારાસભ્ય દ્વારા સહાય ચૂકવવાની રજૂઆત કરશે.
હવામાાન વિભાગમાં અચાનક પલટો આવતા રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં બાગાયતી પાક કેરીને સૌથી વધુ નુકસાની પહોંચી છે. વલસાડ જિલ્લામાં 37 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબા વાડી તૈયાર કરી છે. કેરીના પાક ઉપર નભતા ખેડૂતોને કેરીની સિઝન ચાલુ થાય તે પૂર્વે જ બદલાતા હવામાન અને કમોસમી વરસાદને લઈને પાકમાં ભારે નુકસાની પહોંચી છે. જેનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે વલસાડ જિલ્લાના વલસાડ, કપરાડા અને ધરમપુરના ધારાસભ્યો ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને આજ રોજ રજૂઆત કરશે.
વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી તેમજ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરીને કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને લઈને થયેલા નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.