પાક ઘટતા ખેડૂત ચિંતિત:જિલ્લામાં ચાલૂ વર્ષે હવામાનની અનિશ્ચિતાને લઇ ખરીફ પાકમાં 600 હેકટરમાં ઘટાડો નોંધાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરેરાશ 100834 હેકટરની જગ્યાએ 100208 હે.માં વાવેતર થઇ શક્યું, ખેડૂતો વિકલ્પ તરીકે કલમના ઉછેર કરવા તરફ વળ્યા

પરશુરામની ભૂમિ ગણાતા વલસાડ જિલ્લામાં ચોમાસામાં થતા વરસાદને જોઇએ તો કુદરતની કૃપા વરસતી રહી છે.ચાલુ વર્ષે પણ જિલ્લામાં 125 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો હતો.આમ જોતાં વરસાદ પર નિર્ભર ખેતી કરતા ખેડૂતોમાં મુખ્યત્વે ડાંગર સહિત ખરીફ પાકો માટે સમતલ હવામાન જરૂરી હોય છે,પરંતું હવે ચોમાસાની પેટર્ન પણ દર વર્ષે બદલાઇ રહી છે. ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ઘણીવાર પાકને નુકસાનનો દરવર્ષે ખેડૂતો સામનો કરતા આવ્યા છે.

સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં નુકસાની માટે સર્વે કરાવી ખેડૂતોને સહાયની કાર્યવાહી કરવામાં આવે છે,પરંતુ તેમ છતાં આ વર્ષે જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં સરેરાશ કરતાં 600 હેકટરનો ઘટાડો નોંધાયો છે.ખેડૂતો માટે સૌથી મોટી ચિંતા ચોમાસાનું સમયસર પ્રારંભ થયા બાદ સમયાંતરે જરૂરિયાત મુજબ વરસાદ થયા બાદ વાવણી,રોપણી અને અન્ય ધાન્ય સહિતના પાકો માટે અનુકૂળ હવામાનનું હોવું આવશ્યક રહે છે.દર વર્ષે હવામાનમાં અને ફેરફારો થતાં આ તમામ બાબત અપેક્ષા મુજબની રહેતી નથી અને ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાતા રહે છે.છેલ્લા 3 વર્ષના સરેરાશ 100834 હેકટરના વાવેતરની જગ્યાએ ચાૂલ વર્ષે વાવેતરમાં 600 હેકટર ઘટાડો નોંધાયો છે.જેના કારણે પાક ઓછો ઉતરશે.

દર વર્ષે હવામાન અનિશ્ચિતતાએ નિરાશા ઉભી કરી છે
ખેડૂતો માટે ચોમાસામાં પાકો માટે હવામાનની અનુકૂળ પરિસ્થિતિ મહત્વની છે. હવે હવામાનમાં ફેરફારો સતત રહે છે. હવામાનની અનિશ્ચિતતાના કારણે ખેડૂતો અન્ય પાક તરફ પણ વળી રહ્યા છે. > મહેશભાઇ પટેલ,ખેડૂત

ઘણા ખેડૂતો કલમના ઉછેર તરફ વળ્યા છે
જૂનમાં ચોમાસું સમયસર બેસી જાય અને વરસાદ થયા બાદ ધરુવાડિયા નંખાયા બાદના 15 દિવસમાં માફક વરસાદ જોઇએ. અતિભારે વરસાદની સ્થિતિ સમયાંતરે સર્જાતી રહે છે.જેના કારણે નુકસાન ભોગવવુ પડે છે.> પ્રકાશભાઇ પટેલ, ખેડૂત

આ વર્ષે સરેરાશ 1 લાખથી વધુ હેકટરના ખરીફ પાકની શક્યતા
વલસાડ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં વાવેતરની સરેરાશ કુલ 100834 હેકટર છે.20222-23માં સપ્ટેમ્બર સુધીની સ્થિતિ જોઇએ તો 100208 હેકટરમાં વાવેતર થયું છે.ખરીફ પાક લેવું તે ખેડૂતો ઉપર નિર્ભર રહે છે.ખરીફ પાકમાં મુખ્યત્વે ડાંગરનો પાક હોય છે જેને અન્ય પાક કરતા વધુ પાણી જોઇએ.વલસાડ જિલ્લામાં ચોમાસામાં ડાંગરનો પાકનું અમુક અપવાદ સિવાય વાવેતર મહદઅંશે સારું થાય છે.
> એ.કે.ગરાસિયા,ખેતીવાડી અધિકારી

અન્ય સમાચારો પણ છે...