તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો ત્રાહિમામ:વલસાડ નગર પાલિકાની બેદરકારીથી માર્કેટમા ખુલ્લી ગટરથી ગંદવાડ ફેલાયો

વલસાડ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કંટાળેલા સ્થાનિક વેપારીએ સીએમને લેખિત ફરિયાદ કરી

વલસાડની ન્યૂ શાકભાજી માર્કેટમાં ગટરો ખુલ્લી રહેતાં આરોગ્યનો પ્રશ્ન ગંભીર થવાના મામલે પાલિકાની બેદરકારીનો આક્ષેપ સહકાર ભારતી સંસ્થાના પ્રમુખ અને સ્થાનિક વેપારીએ કર્યો છે.આ મુદ્દે વેપારીએ સીએમ વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી તપાસ કરવા માગ કરી છે.

વલસાડ શહેરના મધ્ય ભાગે ન્યૂ શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે.આ માર્કેટ અત્યંત જર્જરિત અને ખંડેર જેવી બની રહી છે.માર્કેટમાં આવેલી ગંદાપાણીની ગટરો ખુલ્લી રહેતાં અસહ્ય ગંદવાડ જોવા મળતાં લોકોના આરોગ્ય ઉપર પ્રશ્નાર્થ મૂકાયો છે.શાકભાજી માર્કેટના પ્રવેશદ્વાર આગળ જ ખુલ્લી ગટર અને કચરાનો ઢગલો હોવા છતાં સફાઇ કરવા પાલિકાની બેદરકારી સામે આવી છે.જેના નિરાકરણ માટે સ્થાનિક વેપારી વિજય ગોયલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખી ફરિયાદ કરી છે.

આ માટે કલેકટરને સૂચના આપી ડેપ્યુટી કલેકટર પાસેથી તપાસ કરાવવા માગ કરી છે.ગંદકી અને ખુલ્લી ગટરથી માર્કેટમાં આવનાર લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે છતાં પાલિકાના સત્તાધીશો શાકભાજી માર્કેટમાં સફાઇની વ્યવસ્થામાં ઉપેક્ષિત અભિગન દાખવી રહ્યા હોવા સામે રોષ ઠલવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો