વાંધા-સૂચનો મંગાવ્યા:વાપી શહેરમાં આવેલ રેલવે ઓવરબ્રિજ તોડવાના લીધે નાગરિકોને કોઈ અડચણ કે સૂચનો હોય તો તેની રજૂઆત કરી શકશે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં હયાત રેલવે ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીની લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા વધતા ટ્રાફિક સમસ્યા હળવી કરવા વહીવટી તંત્રએ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. નાના વાહનો અને મોટા વાહનો માટે બંને અલગ અલગ ડાયવર્ઝન આપવાનો વિચારણા હેઠળ છે. જે અંગે વહીવટી તંત્રએ વાંધા અરજીઓ તેમાં સૂચનો મંગાવ્યા છે. દર ગુરુવારે પારડી પ્રાંત અધિકારીની અધ્યસ્તામાં સ્થાનિક લોકો દર ગુરુવારે પારડી પ્રાંત અધિકારીની કચેરી ખાતે સવારે 10:30 થી 12:30 દરમ્યાન સૂચનો અને વાંધા અરજી રજૂ કરી શકશે તે અંગે આજરોજ એક જાહેર નામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આવેલ હયાત રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરી હાલમાં ચાલુ છે. જેના લીધે જાહેર જનતાને તકલીફ ન પડે તે માટે નાના વાહનો તથા મોટા વાહનો એમ બંને માટે અલગ અલગ રસ્તાને ડાયવર્ઝન આપેલ છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય નહી તથા ટ્રાફિકનો યોગ્ય બંદોબસ્ત કરેલ છે. તેમ છતાં ટ્રાફિકનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ સુનાવણી રાખવાનું નક્કી કરેલ છે. આથી નાગરિકોને કોઈ સૂચનો આપવા માંગતા હોય અથવા જનતાને અડચણ પડતી હોય તો તે માટે પ્રાંત અધિકારીશ્રી, પારડીની અધ્યક્ષતામાં અને DySP વાપી, તથા ચીફ ઓફિસર, વાપીની હાજરીમાં સુનાવણી રાખવાનું જિલ્લા વહીવટી તંત્ર તરફથી નક્કી થયેલ છે. આ સુનાવણી દર ગુરુવારે સવારે 10: 30થી 11:30 કલાક સુધી નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, પારડી, તાલુકા સેવા સદન, પારડી, ખાતે રાખવામાં આવશે. જેમાં જાહેર જનતા રૂબરૂ રજુઆત કે સૂચનો કરી શકે છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા માટે પારડી પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...