તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી વિતરણ બંધ:વલસાડમાં પાઈપલાઈન શિફટીંગની કામગીરીના કારણે ન.પા. વિસ્તારમાં 17-18 તારીખે પાણી નહીં મળે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અબ્રામા ઝોન અને મોગરાવાડી ઝોનમાં પાણી સપ્લાય ચાલુ રહેશે

વલસાડના અબ્રામા ખાતે આવેલા રેલવે ઓવર બ્રીજ પાસે ડી.એફ.એસ.સી. પ્રોજેકટ હેઠળ નવા ટ્રેકની કામગીરી ઇરકોન ઇન્‍ટરનેશનલ લીમીટેડ દ્વારા કરવામાં આવી રહી છે. કામગીરીની જગ્‍યાએથી વલસાડ નગરપાલિકાની અબ્રામા હેડ વર્કસ થી 500 એમ.એમ. ડાયામીટરની પીવાના પાણીની પાઇપ-લાઇનને શીફટીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. જે માટે આ લાઇનને કટ કરી નવી નાખવામાં આવેલી લાઇનના બંને છેડા જોડવાની કામગીરી તા. 17અને 18 મી, મે, 2021ના રોજ કરવામાં આવશે.

આ બંને દિવસે વલસાડ નગરપાલિકાના શહેર ખાતે આવેલા વિસ્‍તારોમાં પીવાના પાણીનો સપ્‍લાય બંધ રહેશે. અબ્રામા ઝોન તેમજ મોગરાવાડી ઝોન વિસ્‍તારમાં પાણીનો સપ્‍લાય રાબેતા મુજબ ચાલુ રહેશે. આ કામગીરી પુર્ણ થયેથી ટાંકીઓ ભરાયા બાદ રાબેતા મુજબ પાણીનો સપ્‍લાય આપવામાં આવશે. જેને ધ્‍યાને લઈ શહેરીજનોને પાણીનો કરકસર પુર્વક ઉપયોગ કરી સહકાર આપવા વલસાડ નગરપાલિકા દ્વારા વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...