રસીકરણ:વલસાડ જિલ્લામાં કોરોના કેસ વધતા તંત્ર હરકતમાં, 2 માસ બુસ્ટર ડોઝ ફ્રી

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેગા ડ્રાઇવમાં એક જ દિવસમાં 46 હજારનું રસીકરણ

જિલ્લામાં કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે માટે કોવિડ-19 રસીની પાત્રતા ધરાવતા 12 વર્ષથી વધુ વય જુથનાંતમામ બાળકો તથા વ્યક્તિઓએ બંને ડોઝ અને પ્રિકોશન ડોઝ આપવા માટે મેગા ડ્રાઇવ હાથ ધરાતા શનિવારે 1 જ દિવસમાં કુલ 46503 લોકોને ડોઝ અપાયા હતા.બીજી તરફ વિભાગ દ્વારા 2 માસ સુધી બુસ્ટર ડોઝ ફ્રી આપવાની કવાયત હાથ ધરવાનું આયોજન કરાયું છે.

વાયરસનાં સંક્રમણથી બચાવ અને અટકાયતી પગલાંરૂપ જિલ્લામાં કૉંવિડ-19 રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. સરકારની નવી ગાઇડલાઇન હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે આગામી 2 માસ સુધી 18થી વધુ વયનાં વ્યક્તિઓને કોવિડ- 19 રસીકરણનો પ્રિકોશન (બુસ્ટર) ડોઝ વિના મુલ્યે અપાશે. જેમાં વ્યક્તિએ રસીનો બીજો ડોઝ લીધાને 6 માસ પુર્ણ કરેલા હોવા જરૂરી છે.

વલસાડ જિલ્લાનાં તમામ પ્રથમ, બીજો તથા પ્રિકોશન (બુસ્ટર) ડોઝનાં બાકી લાભાર્થીઓ માટે 6 ઓગષ્ટ મેગાડ્રાઇવમાં શનિવારે જિલ્લામાં કુલ સબસેન્ટરો, પ્રા.આ.કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલ સહિત 344 કેન્દ્રો ઉપર કોવિડ રસીકરણ મેગા ડ્રાઇવ હેઠળ 44503 વ્યક્તિઓનુું રસીકરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...