તંત્ર એલર્ટ:ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વલસાડના મધુબન ડેમમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયાની ભરતીનો સમય સેટ કરીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું

વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીની આવક વધતા 4 વાગ્યા સુધીના 12 કલાકમાં 7,23,209 ક્યુસેટ પાણીની આવક સામે 12 કલાકમાં ડેમમાં 8 દરવાજા 2.80 મીટર ખુલ્લા રાખીને તબક્કાવાર ડેમમાંથી 6,69,637 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ ભરતી અને ઓટનો સમય સેટ કરીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટરની કુશળતાને લઈને ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર, દાદરા નગર હવેલી અને દમણના કલેક્ટરના કોડીનેશન વડે ડેમના પાણીનું સુપેરે આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરવાસના વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું
વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસદને લઈને મધુબન ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થતો જોવા મળ્યો હતો. જેને લાઈને વલસાડ જિલ્લા કલેક્ટરે મધુબન ડેમના લેવલને જાળવવા માટે દમણગંગા નદીમાં તબક્કાવાર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને દમણગંગા નદીના અસરગ્રસ્ત વિસ્તારો સેલવાસ, વાપી અને દમણના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

જિલ્લા કલેક્ટર, સેલવાસ કલેક્ટર અને દમણ કલેક્ટરની તબક્કાવાર વર્ચ્યુઅલ બેઠક બાદ દરિયાની ભરતીની પરિસ્થિતિ અને ઉપરવાસના વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈ કાલે બપોરે 3 વાગ્યાથી ડેમમાંથી લાખો લીટર પાણી છોડવામાં આવ્યું હતું. સાથે વલસાડ જિલ્લાના કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ ઉપરવાસના વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે સોશ્યલ મીડિયાના માધ્યમથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

મધબન ડેમમાં 24 કલાકમાં પાણીની આવક

સમય. આવક. જાવક. ડેમના દરવાજા 3 કલાક. 21,310 22,487 6 1 મીટર 4 કલાક. 31,505 32,682 6 1 5 કલાક. 31,654 32,831 6 કલાક. 50,639 51,816 7 કલાક. 51,128 52,816 8 કલાક. 77,152 52,306 9 કલાક. 77,252 78,429 10 કલાક. 77,252 78,429 11 કલાક. 77.252 78,429 12 કલાક 76,843 78,020 1 કલાક. 75,614 76,791 2 કલાક 75,204 76,381 3 કલાક. 73,975 75,152 4 કલાક. 72,686 73,863 5 કલાક 62,057 63,234 6 કલાક 20,205 21,552

અન્ય સમાચારો પણ છે...