ભાસ્કર રૂબરૂ કાર્યક્રમ:વલસાડ અબ્રામામાં ડ્રેનેજ, રસ્તા- પાણી પ્રેશરનો પ્રશ્ન વિકટ, વોર્ડના રહીશોએ ડંકાની ચોટ પર રજૂઆત કરી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વોર્ડ નં.11માં ડ્રેનેજ જોડાણ સ્ટ્રીટ લાઇટ સહિતના કામો અમુક વિસ્તારોમાં બાકી -વોર્ડ નં.3 અને 4માં કોંગ્રેસના 8માંથી 7 સભ્યો હાજર -રૂબરૂ કાર્યક્રમમાં હાજર થયેલા સભ્યોને રહીશોએ તાળીથી વધાવ્યા. - Divya Bhaskar
વોર્ડ નં.11માં ડ્રેનેજ જોડાણ સ્ટ્રીટ લાઇટ સહિતના કામો અમુક વિસ્તારોમાં બાકી -વોર્ડ નં.3 અને 4માં કોંગ્રેસના 8માંથી 7 સભ્યો હાજર -રૂબરૂ કાર્યક્રમમાં હાજર થયેલા સભ્યોને રહીશોએ તાળીથી વધાવ્યા.
  • વોર્ડ નં.3માં કેટલાક વિસ્તારોમાં સાંકડા રસ્તાની સમસ્યા
  • વોર્ડ નં.4માં રખડતાં ઢોર,રેલવે હદની ગટરમાં ગંદકીનો પ્રશ્ન
  • વોર્ડ નં.10માં પમ્પિંગ સ્ટેશનના અભાવે હજી ડ્રેનેજ જોડાણો બાકી

રવિવારે વલસાડના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં શહેરની પૂર્વ દિશાના મોગરાવાડી અને અબ્રામા વિસ્તારના વોર્ડ નં.3,4,10 અને 11 માટે યોજાયેલા રૂબરૂ કાર્યક્રમમાં સૌથી વધુ સમસ્યાની ફરિયાદ શહેરના સૌથી વધુ વિકસિત દક્ષિણ અબ્રામા ઝોનના વોર્ડ નં.10ના રહીશોએ ડંકાની ચોટ પર રજૂ કરી હતી.આ બંન્ને વોર્ડ સમીપતા ધરાવતા હોય તેની સમસ્યા મોટાભાગે એક સરખી છે.

જો કે રવિવારે ઉપરવાસમાં ભારે વરસાદ અને ઔરંગા નદીના પાણી શહેરના નીચાણ‌‌વાળા વિસ્તાર કાશ્મીરનગરમાં ફરી વળતા કલેકટર અને પાલિકાની ટીમ સાથે પ્રમુખ સ્થળ પર જતાં રૂબરૂ કાર્યક્રમમાં આવી શક્યા ન હોવાનું જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નં.3 અને 3ના કોંગ્રેસના 1 સભ્યને બાદ કરતાં 7 સભ્યો ગીરીશ દેસાઇ, દિવ્યા પટેલ, મહેન્દ્ર વાડીવાલા, કમળાબેન, સંજય ચૌહાણ, ચેતના રાજાણે, વિજય પટેલ હાજર રહ્યા હતા.જ્યારે વોર્ડ નં.10માથી અપક્ષ સભ્ય સોનલ પટેલ અને વોર્ડ નં.11માંથી અપક્ષ સભ્ય ઝાકીર પઠાણ અને ભાજપના મહિલા સભ્ય હેતલ પટેલ હાજર રહ્યા હતા.

પાણીના નિકાલ, રસ્તાના કામોની દરખાસ્ત કરાઇ
મોગરાવાડીના શહેરના નીચાણવાળા વિસ્તાર સહયોગ નગર,નવરંગ ફળિયા,હનુમાન ફળિયામાં વરસાદી ગટર,રસ્તા અને પાણીની સમસ્યાના પ્રશ્નને વિપક્ષ કોંગ્રેસના સભ્યો ગીરીશભાઇ દેસાઇની આગેવાની હેઠળ સંજય ચૌહાણ,દિવ્યા કલ્પેશ પટેલ,મહેમુદા રાણા, મહેન્દ્ર વાડીવાલા દ્વારા પાલિકાના શાસકોને કામોની દરખાસ્ત રજૂ કરી હોવાનું જણાવ્યું હતું.

પાણીના નિકાલ, રસ્તાના કામોની દરખાસ્ત કરાઇ
મોગરાવાડીના શહેરના નીચાણવાળા વિસ્તાર સહયોગ નગર,નવરંગ ફળિયા,હનુમાન ફળિયામાં વરસાદી ગટર,રસ્તા અને પાણીની સમસ્યાના પ્રશ્નને વિપક્ષ કોંગ્રેસના સભ્યો ગીરીશભાઇ દેસાઇની આગેવાની હેઠળ સંજય ચૌહાણ,દિવ્યા કલ્પેશ પટેલ,મહેમુદા રાણા, મહેન્દ્ર વાડીવાલા દ્વારા પાલિકાના શાસકોને કામોની દરખાસ્ત રજૂ કરી હોવાનું જણાવ્યું હતું.

મોગરાવાડીમાં રખડતા ઢોરની સમસ્યા
મોગરાવાડીમાં રખડતા ઢોરની ખુબ મોટી ગંભીર સમસ્યા સર્જાઇ રહી છે.નગરપાલિકાના શાસકોએ આ ઢોર પકડવા માટેનું સતત અભિયાન ચાલૂ રાખ‌વું જોઇએ.લોકોને જોખમી બની રહ્યા છે.અમારા વોર્ડના કોંગ્રેસના સભ્ય વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ વોર્ડની સમસ્યાના ઉકેલ માટે સ્થળ પર પહોંચી પાલિકાને સતત રજૂઆતો કરી રહ્યા છે.- અંબુલાલ કાકા,સ્થાનિક,વોર્ડ નં.4

કચરો ડસ્ટબીનમાં નાંખવાની શરૂઆત કરો
મોગરાવાડી રેલવે ગરનાળા પાસે રેલવે હદને લાગૂ ગટરમાં ખુબ ગંદકી રહે છે. સૂકીતલાવડી પ્રા.શાળા,મસ્જિદ પાસે પણ ગંદકી છે જે કન્ટ્રોલ કરવું જરૂરી છે. આપણે પણ જાગૃત થવાની જરૂર છે. કેરી બેગમાં કચરો ભેગો કરી ડસ્ટબીનમાં નાંખવાની શરૂઆત આપણા ઘરથી જ કરવી જોઇએ.- દિનેશ પટેલ,સ્થાનિક,વોર્ડ નં.4

વોર્ડ નં.10ના સભ્ય સોનલ પટેલે શું કહ્યું
અમારા વોર્ડમાં રસ્તા,પાણી,વિજળીના પ્રશ્નો છે જેની રહીશો દ્વારા રજૂઆતો કરાઇ રહી છે.પાલિકાના શાસકોને રહીશોના પ્રશ્નો હલ કરવા કામો મૂકવામાં આવ્યા છે.બાકી રહી ગયેલા કામો અને સમસ્યાના નિરાકરણની કામગીરીને ચોક્કસ જ વાચા આપવા મહેનત કરી રહ્યા છે.

વોર્ડ નં.11ના સભ્ય ઝાકિર પઠાણએ કહ્યું
10 વર્ષથી ડ્રેનેજલાઇન પ્રોજેક્ટ મંજૂર થઇ ગયો હતો પરંતું તે માટે હજી પમ્પિંગ સ્ટેશન નથી બન્યું.જેના અભાવે ડ્રેનેજ યોજના કાર્યરત થઇ શકી નથી. અબ્રામામાં મકાનના રહીશો ડ્રેનેજ જોડાણોથી વંચિત રહ્યા છે.આ કામ હજી પાર ન પડતાં નગરપાલિકાને કરોડોની આવકનો ફટકો પડ્યો છે. ડ્રેનેજ જોડાણો,રસ્તા,પાણી પ્રેશરના પ્રશ્ન છે જેની રજૂઆતો થઇ હતી પરંતું પાલિકા દ્વારા નક્કર ઉકેલ આવ્યો નથી.અમારા વિસ્તારમાં સતત રજૂઆત કરાતા પેવર બ્લોકના રસ્તાના મહત્તમ કામો કરાવ્યા છે.બાકીના કામોની ગ્રાન્ટ હેઠળ ઠરાવો થયા છે.

મોગરાવાડી- અબ્રામામાં 90 હંગામી કામદારો જ છે
મોગરાવાડી અને અબ્રામા સૌથી મોટા વિસ્તારો છે.મોગરાવાડીમાં પાલિકાના મહેકમ પેટે 85 રોજિંદા કર્મચારીઓ સફાઇ કામગીરી માટે શાસકો દ્વારા મૂકવાની મુખ્ય જરૂરિયાત છે.કચરા માટે સીસીટીવી કેમેરા મૂકવાનું સૂચન અને નોટિસ આપવા પ્રયાસો કરીશું.હાલે તો મોગરાવાડી અને અબ્રામા મળી બે ઝોનમાં માત્ર 90 કર્મચારી જ છે.જેનાથી સફાઇ કામગીરીને ગંભીર અસર પડી રહી છે. - ગીરીશ દેસાઇ,વિપક્ષ નેતા,કાઉન્સિલર,વોર્ડ નં.3

પાલિકા પ્રમુખનો વોર્ડ છતાં કામો થતાં નથી
અબ્રામા દક્ષિણ ઝોનના વોર્ડ નં.10માં અમારી ઠાકોરપાર્ક સોસાયટી સહિતની અન્ય 4થી વધુ સોસાયટીમાં રસ્તા અને ડ્રેનેજ સમસ્યા મોટી છે.2 વર્ષથી પીએમ સીએમ સુધી ફરિયાદો કરી છે.પ્રમુખ કિન્નરીબેન પટેલે વિઝિટ પણ કરી હતી.ડ્રેનેજ ગટરલાઇનના જોડાણો મળ્યા નથી.રસ્તો થયો નથીપ્રમુખે કહ્યું હતું,કે રસ્તો મંજૂર થઇ ગયો છે પણ નિકાલ થતો નથી. - પરિમલ દેસાઇ,સ્થાનિક,વોર્ડ નં.10

વિકાસના કામો કરશે તેને વોટ કરીશું
અમારા ભંડારવાડનો રસ્તો અપક્ષ સભ્ય ઝાકીર પઠાણને રજૂઆત કરતાં વિકાસના કામો તેમના પ્રયાસોથી થયા છે. પ્રમુખના વોર્ડમાં જ કામ થયું નથી. સ્થાનિક સમસ્યાના ઉકેલ અને વિકાસકીય કામગીરી કરનારાને જ ચૂંટણીમાં મત આપીશું.> અંકુર પટેલ,સ્થાનિક,અબ્રામા,વોર્ડ નં.10

કામ કરતા સભ્યોને જ ચૂંટવા જોઇએ
અમારા વોર્ડમાં ભાજપના 3 અને 1 અપક્ષ સભ્ય સોનલ પટેલ છે.પરંતુ અપક્ષ મહિલા સોનલબેન જ સક્રિય છે.અહિ ડ્રેનેજ લાઇનનું કામ હજી બાકી છે.રસ્તા ઠીક નથી.પ્રમુખ આ જ વોર્ડના છે છતાં આ કામ વિલંબિત કેમ થાય. - ચીમનભાઇ પટેલ,માજી સરપંચ અબ્રામા,વોર્ડ નં.10

અન્ય સમાચારો પણ છે...