તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડમાં બે દિવસ પૂર્વે એક અજીબો ગરીબ ઘટના બની હતી. પાલતું શ્વાન લઇને એક વ્યક્તિ મોર્નિંગ વૉકમાં નીકળી હતી. એ દરમિયાન શ્વાન કેટલીક ગાયોને જોઈને ભસ્યો હતો. શ્વાન ભસતાં ગાયો વીફરી હતી અને પહેલા શ્વાન અને પછી શ્વાનના માલિક પાછળ દોડી હતી. ગાયો એ હદે વીફરી હતી કે શ્વાનમાલિકને વિસ્તારમાં દોડાવ્યા હતા અને રગદોળી-રગદોળીને માર્યા હતા. સ્થળ પર હાજર લોકોએ આ વ્યક્તિને બચાવવા અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ વીફરેલી ગાયો શ્વાનમાલિકને છોડતી જ ન હતી. આ અજીબોગરીબ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે.
શ્વાન ભસતાં 3 ગાય ભડકી
બનાવના સીસીટીવી પ્રમાણે, વલસાડની શાકભાજી માર્કેટ વિસ્તારમાં જ્યોતિ હોલ સામે ગાયોને જોઇને શ્વાન ભસવા લાગ્યો હતો. અચાનક શ્વાન ભસતાં 3 ગાય ભડકી ગઇ હતી. ભડકેલી ગાયો શ્વાનમાલિક પાછળ દોડી હતી. ભડકેલી ગાયોથી બચવા શ્વાનમાલિક આમ-તેમ દોડવા લાગ્યા હતા, પરંતુ ગાયો તેમનો પીછો મૂકતી ન હતી. ભડકેલી ગાયોના ગુસ્સાનો ભોગ બનેલા શ્વાનમાલિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
શ્વાનમાલિક પડી જતાં ગાયો તેમના પર તૂટી પડી
જીવ બચાવવા ભાગતા શ્વાનમાલિક એક રિક્ષા પાસે પડી ગયા હતા. શ્વાનમાલિક નીચે પડી જતાં ગાયો તેમના પર તૂટી પડી હતી અને તેમને રગદોળી રહી હતી. એ સમયે ત્યાં હાજર લોકોએ શ્વાનમાલિકને બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા અને ગાયોના ઝુંડને દૂર ખસેડી રહ્યા હતા, પરંતુ ગાયો કોઇપણ કાળે શ્વાનમાલિકને છોડતી ન હતી. મહામહેનતે ગાયોના ઝુંડને દૂર કરવામાં સ્થાનિકો સફળ રહ્યા હતા, જોકે ત્યાં સુધીમાં ગાયોએ શ્વાનમાલિકને સારીએવી ઇજાઓ પહોંચાડી દીધી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.