તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:વલસાડ ડોક્ટર હાઉસના બીજા માળે આગથી દોડધામ

વલસાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટમાં બનેલી ઘટનાને લઈને શહેરની હોસ્પિટલમાં મોકડ્રિલ કરાયું

રાજકોટની કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં બનેલી આગની ઘટનાને લઈને 5 જેટલા દર્દીઓ બળીને ખાખ થઈ ગયા હતા. જે ઘટનાને લઈને સતર્ક બનેલું નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલી ઝેનીથ ડોક્ટર હાઉસ ખાતે સોમવારે સાંજે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝેનીથ ડોક્ટર હાઉસના બીજા મળે એક રૂમમાં આગની લગાડી મોકડ્રિલ કરવામાં આવી હતી.

તાજેતરમાં રાજકોટની એક ખાનગી હોસ્પિટલના કોવિડ વોર્ડના ICUમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 5 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ બળીને ખાખ થઈ ગયા હતા. જે ઘટનાને ધ્યાનમાં રાખીને વલસાડ નગર પાલિકા અને વહીવટી તંત્રએ સાથે મળીને વલસાડ શહેરની મધ્યમાં આવેલી ઝેનીથ હોસ્પિટલના બીજા મળે આગની ઘટનાનું મોકડ્રિલ કરવામાં આવ્યું હતું. અચાનક આગ લાગવાની ઘટનાને લઈને હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી.

હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને અને તેમના પરિવાર જનોને સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટળનો સ્ટાફ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓની ઝીણવટ ભરી નોંધ કરવામાં આવી હતી. આગની ઘટનાની જાણ નગર પાલિકાના ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

15 મિનિટની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી હોસ્પિટલ સ્ટાફ દ્વારા તકેદારીના લેવામાં આવતા પગલાઓની નોંધ કરવામાં આવી હતી. ઘટનાની સમીક્ષા કરીને ભૂલો સુધારવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મોકડ્રિલમાં નગર પાલિકા, પોલીસ વિભાગ, ડિઝાસ્ટર મામલતદાર, સીટી મામલતદાર સહિત વહીવટી તંત્ર દ્વારા સફળતા પૂર્વક મોકડ્રિલ સફળ આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો