તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળ:વલસાડ સિવિલમાં ફરજ બજાવતા GMERSના તબીબ અને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યા, પડતર માગણી મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો

વલસાડ2 મહિનો પહેલા
  • નર્સિંગ ડે ના દિવસે રાજ્યની GMERSની નર્સિંગ સ્ટાફ પડતર મંગણીઓને લઈને હડતાળ ઉપર
  • સાતમા પગાર પંચની અને અન્ય પડતર માંગણીઓને લઈને હડતાળ ઉપર ઉતર્યા

વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા GMERSના સ્ટાફ નર્સ અને તબીબો દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે આજરોજ હડતાળ પર ઉતર્યા હતા.પગારમાં વધારો અન્ય લાભો ન મળવા ને લઈને જી.એમ.ઇ.આર.એસ નર્સ અને તબીબો એસોસિએશનના નેજા હેઠળ આજથી હડતાળ નું આયોજન કરાયું છે. જેમાં 200થી વધુ સ્ટાફ નર્સ અને તબીબો જોડાયા છે.

જોકે કોવિડ19 ની મહામારી ને લઈને ક્રિટિકલ કેર ની સેવા સિવાય તમામ અન્ય સેવા ન આપશે તેવું જણાવવા માં આવ્યું હતું હાલ સ્ટાફ નર્સ અને તબીબો ની હડતાળ ને લઈને સિવિલ માં વ્યવસ્થા ને અસર થશે સરકાર અને જી.એમ.આર.એસ એસોસિએશન વચ્ચે ની મંત્રણા પડી ભાંગતા આજથી તમામ સ્ટાફ અને તબીબો હડતાળ પર ઉતરી ગયા છે.

હાલ વલસાડ GMERS પાસે ઇન્ટર્ન ડોક્ટર અને કોન્ટ્રાક પર નર્સિંગ સ્ટાફ હોવાથી કોવિડ અને નોન કોવિડ વોર્ડમાં હડતાળની કોઈ અસર દેખાશે નહીં. દર્દીઓને સમયસર જરૂરી સારવાર મળી રહી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં 220 નર્સિંગ સ્ટાફ કોન્ટ્રેક બેઝ ઉપર ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 80 ઇન્ટર્ન ડોક્ટર સેવા આપી રહ્યા છે. સિવિલમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓને સારવાર મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...