તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દિવ્યાંગોએ કમિશનર સમક્ષ પેન્શન અને યુનિક આઇકાર્ડનો મુદ્દો ઉઠાવ્યો

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં આયોજીત મોબાઇલ કોર્ટમાં દિવ્યાંગોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા

વલસાડ અને ડાંગ જિલ્લાના દિવ્યાંગજનોની પ્રશ્નો તેઓ સાથે જોડાયેલી સંસ્થાઓને અનુભવવી પડતી મુશ્કેલીઓના નિરાકારણ માટે વલસાડમાં ગાંધીનગર કમિશનર દ્વારા મોબાઇલ કોર્ટ યોજાઇ હતી. જેમાં દિવ્યાંગજનોએ તેમના પ્રશ્નોની કમિશનર સમક્ષ બેધડક રજૂઆતો કરી હતી. વલસાડ જિલ્લાની એક પણ અરજી મળી ન હતી. જ્યારે ડાંગ જિલ્લાના 5 દિવ્યાંગો દ્વારા પ્રશ્નો ઉઠાવાયા હતા.

મોબાઇલ કોર્ટમાં અરજદારોએ સરકારી સહાયમાં વધારો કરવા, પેન્શન, આવાસ, અંત્યોદય યોજનાનો લાભ અપાવવા, નોકરીમાં પસંદગી માટે તેમજ વાણિજ્યિક હેતુ માટે પ્લોટ ફાળવણીમાં અગ્રતા આપવા, પેન્શન કેસમાં નામ દાખલ કરવા યુનિક આઇડી નંબર માન્ય રાખવા, સહાય માટે BPL સ્કોરનો નિયમ રદ કરવા વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા.

આ રજૂઆતોને ધ્યાને લઇ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની ગાંધીનગર સ્થિત કમિશનર કચેરીના કમિશનર વી.જે.રાજપૂતે આ પ્રશ્નોના નિરાકણ માટે સંબંધિત જિલ્લા અધિકારીઓને સૂચના જારી કરી હતી. વલસાડ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને ડાંગ કલેક્ટર ભાવિન પંડયાએ જિલ્લાના દિવ્યાંગોને તેમની સમસ્યાઓ માટે ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે રાજ્ય સરકારે જિલ્લાકક્ષાએ મોબાઇલ કોર્ટનું આયોજન કર્યું હતું.

લાભ માટે સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક સાધે
દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન સરળ બને તે માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે, જેનો લાભ લેવા માટે સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક સાધી શકે છે. મોબાઇલ કોર્ટ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને આગામી દિવસોમાં પણ સમયાંતરે આવી કોર્ટ યોજી દિવ્યાંગોને મદદરૂપ થવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. - વી.જે.રાજપૂત, કમિશનર, ગાંધીનગર

અન્ય સમાચારો પણ છે...