• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad District, In 24 Hours, 6 Talukas Received Average 10 Inches Of Rain, Ghodapur Came In Wanki River, Only Water In Low Lying Areas.

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:વલસાડ જિલ્લામાં 24 કલાકમાં 6 તાલુકાઓમાં સરેસાશ 10 ઇંચ વરસાદ, વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઔરંગા અને વાંકી નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં પાણી ઘૂસતા લોકોનું સ્થાળાંતર કરાયું

હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 6 તાલુકામાં સરેસાશ 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ નદી-નાળા છલકાયા હતા. ઔરંગા અને વાંકી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. જેને લઈ નીચાળવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.

ક્યા કેટલો વરસાદ વરસ્યો?
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 14.8 ઇંચ, ધરમપુરમાં 13.4 ઇંચ, પારડીમાં 11.3 ઇંચ, વાપીમાં 10.3 ઇંચ, ઉમરગામમાં 8.4 ઇંચ, વલસાડમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

નદીઓમાં આવેલા પૂરના પાણી ગામોમાં ફરી વળ્યાં
વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે વહીવટી તંત્ર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી કરી રહ્યુ છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. છીપવાડ, મોગરવાડી, તરિયાવાડ હનુમાનભાગડા, કાશ્મીર નગર, વલસાડ પારડી, ધમડાચી, વશિયર કોસંબા સહિતના ગામોમાં નદીઓમાં આવેલા પૂરના પાણી ફરી વળ્યાં હતા. વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. જ્યારે વાંકી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર સતર્ક
ભારે વરસાદના પગલે ઔરંગાનદી અને વાંકી નદીએ ભયજનક સપાટી વટાવી હતી. જેથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. રાત્રી દરમિયાન વલસાડ શહેરના ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળે તે પહેલાં 400થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર, પોલીસ, નગર પાલિકાની ટીમ, NDRFની ટીમ સહિતની ટીમોએ ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થાળાંતર કર્યુ હતું.

વાંકી નદીનો બ્રિજ ડૂબ્યો
શહેરની વાંકી નદીએ પણ ભયજનક સપાટી વટાવી લેતા વહીવટી તંત્ર દોડતું થયું હતુ. અડધી રાત્રે વાંકી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી હતી. પરંતુ પૂરના પાણી સ્પીડમાં વધતા લોકોને ઘરનો સામાન ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો. વલસાડ- પારનેરા રોડને જોડતો વાંકી નદીનો બ્રિજ ડૂબ્યો હતો. જેને લઈને વશિયર સહિતના વાંકી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા.

કાર અને બાઈક ડૂબવા લાગી
વશિયર ખાતે વાંકી નદીના તટ ઉપર આવેલી સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. જેથી કાર અને બાઈક ડૂબવા લાગી હતી. ઘરોમાં તેમજ દુકાનોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતા. વાપી, ઉમરગામ, પારડી ,વલસાડમાં પણ અનેક સોસાયટી પાણી ભરાયા છે.

મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક
​​​​​​​
ધરમપુર શહેરમાં પણ અનેક સોસાયટી પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ હતી. મધુવન ડેમની સપાટી 72.30 મીટરે હાલ પહોંચી છે. ડેમમાં પાણીની આવક 1,68,223 ક્યૂસેક છે. 10 દરવાજા 4 મીટર ખુલ્લા રાખીને ડેમમાંથી 1,39,457 ક્યૂસેક પાણી મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવશે. નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા અને દમણગંગા નદીમાં ન્હાવા કે માછલી પકડવા તેમજ ફોટા પડાવવા ન જાવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે.

24 કલાકમાં વલસાડ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ

તાલુકો વરસાદ (ઇંચમાં) કપરાડા 14.8 ધરમપુર 13.4 પારડી 11.3 વાપી 10.3 ઉમરગામ 8.4 વલસાડ 4.8 સરેરાશ 10

વલસાડ જિલ્લામાં સિઝનના કુલ વરસાદનો આંકડો
તાલુકો વરસાદ (ઇંચમાં)
કપરાડા 85
ધરમપુર 74
વાપી 58
પારડી 57
વલસાડ 53
ઉમરગામ 51
સરેરાશ 64

અન્ય સમાચારો પણ છે...